કચ્છમાં વાયુની અસર વર્તાઈ, પવન ફૂંકાવાનો શરૂ, દ્વારકાના દરિયામાં કરંટ
વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે.
Trending Photos
અમદાવાદ :વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેને કારણે તંત્ર એલર્ટ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે. તો બીજી તરફ, વાયુને પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું
વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે. જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. વાયુ વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ આજે કચ્છના દરિયાકાંઠે ટકરાવાનું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાયુ વરસાદ તાણી લાવશે.
માંડવીમાં વાદળછાયુ વાતાવરણ
વાયુ વવાઝોડાને પગલે માંડવીમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવીમાં વરસાદી છાંટા પણ શરૂ થયા છે. વાવાઝોડાના પગલે આજે સાંજ સુધી ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, અબડાસામાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું છે.
દ્વારકામાં દરિયામાં કરંટ
આજે વહેલી સવારે જ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકામાં પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગઈકાલે રાતથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે દ્વારકાના દરિયામાંથી વાવાઝોડું પસાર થઈ શકે છે. દ્વારકામાં NDRFની 2 ટીમો ખડેપગે રાખવામાં આવી છે. ગોમતી ઘાટ, દ્વારકા ચોપાટી સહિતના વિસ્તારોમાં લોકો માટે પ્રતિબંધ મૂકાયો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે