ડાયાબિટીસના દર્દીઓ માટે હવે ચા પીવી ફાયદાકારક; આ 5 ફ્લેવરની ચા પીવો બ્લડ શુગર રહેશે કંટ્રોલ

Is Chai Tea Good For Diabetics: ડાયાબિટીસના દર્દીઓ માટે ચા પીવી હવે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તે મહત્વનું છે કે તેઓ સામાન્ય દૂધની ચાને બદલે આવા વિકલ્પો પસંદ કરે.
 

ડાયાબિટીસના દર્દીઓ માટે હવે ચા પીવી ફાયદાકારક; આ 5 ફ્લેવરની ચા પીવો બ્લડ શુગર રહેશે કંટ્રોલ

Chai Tea Good For Diabetics: ડાયાબિટીસના દર્દીઓ સવારે પોતાના પહેલા ડ્રિંકથી લઈને રાત્રે તેમના છેલ્લા ભોજન સુધીની દરેક વસ્તુ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવી પડે છે. જેથી શુગર લેવલ જાળવાઈ રહે. પરંતુ હવે એવું કરવાનું જરૂર નથી. જી હા... ડાયાબિટીસના દર્દીઓ માટે ચા પીવી મુશ્કેલ હોય છે, કારણ કે ઘણી ચામાં મીઠી વસ્તુઓ અને દૂધ ઉમેરવામાં આવે છે, જે બ્લડ સુગર લેવલને વધારી શકે છે. જો કે કેટલાક હેલ્દી ચાના વિકલ્પો પણ આપણી પાસે છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો પણ સલામત રીતે પી શકે છે.

તુલસીની ચા
તુલસીની ચા એન્ટીઑકિસડન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણોથી ભરપૂર છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તુલસીના પાંદડામાં હાઈપોગ્લાયકેમિક અસર હોય છે જે રક્ત ખાંડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં તેની ચા શુગરને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં તુલસીના કેટલાક પાન નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રાખો. તમે સ્વાદ માટે મધના થોડા ટીપાં પણ ઉમેરી શકો છો, પરંતુ ઓછી માત્રામાં મધનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો.

મેથીની ચા
અભ્યાસ અનુસાર મેથીની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે અન્ય એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મેથીના દાણામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે બ્લડ સુગરના શોષણને ધીમું કરી શકે છે. મેથીની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખીને 10 મિનિટ ઢાંકીને રાખો. તમે સ્વાદ માટે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

ગ્રીન ટી
ગ્રીન ટી એ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી લોકપ્રિય અને આરોગ્યપ્રદ ચા છે. અભ્યાસ દર્શાવે છે કે ગ્રીન ટીમાં હાજર પોલિફેનોલ્સ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

તજની ચા
ડાયાબિટીસ નિયંત્રણ માટે તજ એક જાણીતો મસાલો છે. તજ લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં મદદ કરી શકે છે. તજની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં તજની સ્ટિક નાંખો અને થોડી વાર ઢાંકીને રાખો.

અજવાઈનની ચા
અજવાઈનની ચા પાચનમાં સુધારો કરે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં, અજવાઈનની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ ચમચી અજવાઈન ઉમેરો અને તેને 5 મિનિટ સુધી ઉકાળો. તમે તેને ગાળી શકો છો અને થોડું ઠંડું થાય પછી પી શકો છો.

નોંધ લેવા જેવી બાબતો

આ ચાનું સેવન કરતી વખતે ખાંડ અથવા મધ ઉમેરવાનું ટાળો. કુદરતી રીતે મધુર બનાવવા માટે તમે તજ અથવા એલચી ઉમેરી શકો છો. કોઈપણ નવી ચા શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો, ખાસ કરીને જો તમે પહેલાથી જ કોઈપણ દવાઓ લેતા હોવ.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news