ધોધના પથ્થરોમાં પછડાતો પછાડતો યુવક પડ્યો પાણીમાં! Live Video જોઈને થથરી જશો! અકસ્માતમાં ફેરવાઈ પિકનિક

Viral Video: વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ ધોધની ટોચ પર ચઢવાની કોશિશ કરે છે અને પછી નીચે આવવાની યોજના બનાવે છે. પરંતુ તેણે એ વાતનો અંદાજો નહોતો કે પર્વતની સપાટી એકદમ લપસણી છે. વિચાર્યા વિના તે યુવક ચઢતા તો ચઢી જાય છે અને ક્રોલ કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે તે વધુ ઝડપે નીચે સરકી જાય છે અને પાણીમાં પડી જાય છે.

ધોધના પથ્થરોમાં પછડાતો પછાડતો યુવક પડ્યો પાણીમાં! Live Video જોઈને થથરી જશો! અકસ્માતમાં ફેરવાઈ પિકનિક

Trending Video: રજાઓ દરમિયાન આપણે ઘણીવાર આપણા પરિવાર અથવા તો મિત્રો સાથે પિકનિક માટે જઈએ છીએ. મોટાભાગના લોકો પહાડો પર, નદીઓ અને ધોધની નજીક પિકનિકનો આનંદ માણવાનું વધારે પસંદ કરે છે. તે દરમિયાન લોકો ધોધમાં ન્હાતા પણ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ ધોધ પાસે પિકનિક મનાવી રહ્યો હતો. વિડીયો જોયા પછી તમે પણ ચોંકી જશો.

પર્વત પરથી સરકીને પાણીમાં પડ્યો યુવક
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક ધોધની ટોચ પર ચડતો જોઈ શકાય છે, જ્યાં તે નીચે જવાનો પ્રયાસ કરે છે. જોકે તેને ખબર નહોતી કે પર્વતની સપાટી અત્યંત લપસણી છે. તે ધીમે ધીમે ચઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ ટૂંક સમયમાં તે નીચે સરકીને પથ્થરોમાં પટકાતા પટકાતો પાણીમાં પડી જાય છે. વીડિયો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ થઈ હશે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંચાઈ પરથી પડે છે, ત્યારે તેને થોડીવાર માટે હોશ નથી રહેતો અને તે સંપૂર્ણ રીતે બેભાન થઈ જાય છે. આ દરમિયાન પાણીમાં ન્હાતા લોકો તેને બચાવવા માટે મદદ કરવાનો પ્રયાસ કરે છે. જોકે વ્યક્તિને આંતરિક ઈજાઓ થઈ હતી, પરંતુ સદનસીબે તેને ગંભીર ઈજા થઈ ન હતી.

પાણીમાં પડતાં જ યુવકના ઉડી ગયા હોંશ! જુઓ વિડિઓ 
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયો પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર tarunreddydalli નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 29.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે, તેને 4 લાખ 79 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 

એક યુઝરે લખ્યું કે, "એક કે બે વાર કોણે જોયું છે?" અન્ય એક યુઝરે લખ્યું કે, "બચવાની ખુશીમાં હવે તમારે પાર્ટી આપવી પડશે", અન્ય યુઝરે લખ્યું કે, બેદરકારીનું પરિણામ જુઓ. અન્ય એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે યમરાજ રજા પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news