સુરત એરપોર્ટ પર વેન્ચુરા ફ્લાઈટ સાથે દસ દિવસમાં બીજો અકસ્માત, પ્લેનના ટાયરની હવા નીકળી
Surat Airport : અમદાવાદ-સુરત વેન્ચુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ... વહેલી સવારે અમદાવાદથી સુરત એરપોર્ટ પહોંચી હતી ફ્લાઈટ... સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નહીં.....
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : સુરત એરપોર્ટ પર વેન્ચુરા પ્લેન સાથે દસ દિવસમાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરત વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદ ટુ સુરતની ફલાઇટ પહોંચી હતી, જેમાં આ બનાવ બન્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. જેથી સુરત એરપોર્ટના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં વેન્ચુરા ફ્લાઈટનું ટાયર ફાટતાં નવું ટાયર લગાવવામાં આવ્યું હતું. જોકે ફરી એકવખત વેન્ચુરા ફ્લાઈટના ટાયરની હવા નીકળી જતાં પાછળ આવી રહેલી ફ્લાઈટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી.
શું બન્યું હતું
સુરત એરપોર્ટ ફરી એક વખત દુર્ઘટના થતા રહી ગઈ હતી. અમદાવાદથી સુરતના વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદથી સુરતની ફ્લાઈટ એરપોર્ટ પર આવી પહોંચી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી. થોડા દિવસ પહેલા આ જ કંપનીના 9 સીટર પ્લેનમાં ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું. આ સમસ્યા થતા પાછળ આવી રહેલ ફલાઇટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી.
દાંત પર ડાયમંડનો ટ્રેન્ડ.....! સુરતમાં આ વર્ષે ખેલૈયાઓના દાંત જમાવશે આકર્ષણ#Surat #Diamond #Navratri2023 #Gujarat #ZEE24KalakOriginalVideo pic.twitter.com/22NOViqvCq
— Zee 24 Kalak (@Zee24Kalak) October 2, 2023
દસ દિવસ પહેલા બની હતી ઘટના
22 સપ્ટેમ્બરના રોજ સુરત એરપોર્ટ પર 9 સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતા રનવે બંધ કરાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં 6 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે 2 કલાક સુધી સુરત રનવે બંધ રાખવો પડ્યો હતો. રનવે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું. તો બીજા વિમાનને આકાશમાં 5 ચક્કર મારી લેન્ડ થવુ પડ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે