મહેસાણા: વિસનગર માર્કેટયાર્ડમાં લાખોનું ફુલેકુ ફેરવી પિતા પુત્ર ફરાર
આ વેપારીએ રાતોરાત પેઢી બંધ કરી ફરાર થઇ ગયો છે. જે જોતા હજુ પણ આ રમકમાં વધારો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
Trending Photos
તેજસ દવે, મેહસાણા: મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી બનાવી લાખો રૂપિયાની ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. આ પેઢી દ્વારા વેપારીએ 124 વેપારીઓ પાસેથી 85 લાખનો માલ ખરીદીને માલના પૈસા વેપારીઓને આપ્યા નથી. આ વેપારીએ રાતોરાત પેઢી બંધ કરી ફરાર થઇ ગયો છે. જે જોતા હજુ પણ આ રમકમાં વધારો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
મહેસાણાની ખ્યાતનામ વિસનગર માર્કેટયાર્ડમાં પિતા અને પુત્રએ લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ઘર છોડી ફરાર થઇ ગયા છે. આ પિતા પુત્રએ પ્રથમ વેપારીનો વિશ્વાસ જીતીને પ્રથમ લેતી-દેતી રેગ્યુલર કરી હતી. રોજે રોજ અનાજ માર્કેટ યાર્ડમાં આવતું હતું તે અનાજના પૈસા તેને આપ્યા હતા. વેપારીઓએ આ નવી પેઢીના વ્યવહારો જોઇને માલ વેચાણ માટે આપ્યો હતો. ત્યારબાદ ગત તારીખ 5 જાન્યૂઆરીએ આ વેપારીએ સમગ્ર વિસનગરના યાર્ડમાંથી લોખો રૂપિયાનો માલ ખરીદ્યો અને તે પૈસાની રોકડ લઇ ઓછા ભાવે માલ બીજાને આપીને તે વેપારી ત્યાંથી શટર બંધ કરીને પલાયન થઇ ગયો છે. જે જોતા આજે 124 વેપારીઓએ કુલ 85 લાખ રૂપિયાની રકણ આ પિતા પુત્ર લઇ ગયા હોવાનું કબુલ્યુ છે.
મહેસાણાના વિસનગર ટાઉનના ગંજબજારમાં સૌથી મોટી રકમ ફુલચંદભાઇ મણીલાલ પટેલની ગઇ છે. જેમનો 3 લાખ કરતા વધુનો માલ ખરીદી કરી શાહ દર્શન (પુત્ર) અને શાહ રાજેન્દ્રકુમારે (પિતા) લીધો છે. આ બંને વિસનગર કૃણાલ ફ્લેટ, વિવેકાનંદ સોસાયટીની પાસે રહેતા હતા. અવાર-નવાર અનાજનો માલ ખરીદી કરીને તા. 20-01-2018ના રોજ પેઢી બંધ કરીને જતા રહ્યાં છે. જ્યારે 124 વેપારીઓના પૈસા ગયા હોવાનું બહાર આવ્યું હતું અને એસોશિયેશને આ સમગ્ર મામલે લિસ્ટ પોલીસને આપ્યું હતું. વેપારી સહીત અન્ય લોકોના પૈસા ગયા હોવાનું પોલીસ માની રહી છે. જ્યારે વેપારીને આપેલા ચક પણ હાલમાં રિટન થઇ રહ્યાં છે.
વિસનગર ગંજબજારના બીજા વેપારીઓની લ્હેણી રકમ અંદાજીત 85 લાખ 37 હજાર 689 રૂપિયા છે. વેપારીઓ સાથે છતરપીંડી તેમજ વિશ્વાસઘાતને લઇ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ બંને વેપારી બેટા એક નંબરી તો બાપ દશ નંબરીનું સૂત્ર કરીને આ બંને પિતા પુત્ર ક્યાં ગયા છે તે માટે અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. જ્યારે પોલીસે આ બંને પિતા પુત્રના મોબાઇ લોકેશન સહિત રહેણાક મકાનની તપાસ કરતા તે પણ ગીરવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ જલ્દી આ આરોપીને પકડી લે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ રકમ હજુ પણ વધી શકે છે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે