Hockey World Cup 2018: નેધરલેન્ડે મલેશિયાને 7-0થી આપ્યો કારમો પરાજય

ત્રીજા ક્વાર્ટરમાં આખરે નેધરલેન્ડની ટીમ પેનલ્ટી કોર્નરને ગોલ કરવામાં સફળ રહી હતી. 
 

 Hockey World Cup 2018: નેધરલેન્ડે મલેશિયાને 7-0થી આપ્યો કારમો પરાજય

નવી દિલ્હીઃ હોકી વિશ્વકપના સાતમાં મેચમાં નેધરલેન્ડે મલેશિયાને 7-0થી પરાજય આપ્યો છે. આ મેચ  ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેરોએન હર્ટજ્બેર્ગરની હેટ્રિકના મદ પર પૂર્વ વિજેતા નેધરલેન્ડે  શનિવારે રમાયેલી હોકી વિશ્વકપના ગ્રુપ-ડીના પ્રથમ મેચમાં શાનદાર પ્રારંભ કર્યો છે. મલેશિયાની સારી શરૂઆત  કરી પરંતુ તે નિરંતરતા ન જાળવી શક્યા અને નેધરલેન્ડે તેને બેકફુટ પર ધકેલી દીધું હતું. 

નેધરલેન્ડે ચોથી મિનિટમાં જ આક્રમણ કર્યું પણ અસફળ રહ્યાં. ત્યારબાદ મેચની 12મી મિનિટમાં જેરોએને ગોલ  કરીને નેધરલેન્ડ ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. 

રોબર્ટ કૈમ્પરનમૈને લાઇનને પાસેથી બોલ જેરોએનને આપ્યો હતો. તેણે મલેશિયાના ગોલકીપરને માત આપીને  તેને નેટમાં મોકલી આપ્યો હતો. તેના પર રેફરી અસમંજસમાં હતા જેથી તેણે રેફરલ લીધું જે નેધરલેન્ડના  પક્ષમાં ગયું હતું. મલેશિયાને પહેલા ક્વાર્ટરના અંતમાં પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તે બરોબરીનો ગોલ કરવામાં  નિષ્ફળ રહ્યાં હતા. 

— Hockey World Cup 2018 - Host Partner (@sports_odisha) December 1, 2018

બીજા ક્વાર્ટરમાં મલેશિયા બેકફુટ પર હતી. તેનું ડિફેન્સ નેધરલેન્ડના આક્રમણથી ગભરાઇ ગયું હતું. નેધરલેન્ડે આ  ક્વાર્ટરમાં ગોલ કરવાની ઘણી તક મળી પરંતુ તેની ટીમ એક ગોલ કરી શકી હતી. 21મી મિનિટમાં મિક્રો  પ્રૂઇજ્સેરે નેધરલેન્ડ માટે ગોલ કર્યો હતો. આ ક્વાર્ટરમાં નેધરલેન્ડને પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા હતા પરંતુ તેની  ટીમ ગોલ કરવામાં અસફળ રહી હતી. બીજા ક્વાર્ટરના અંતે નેધરલેન્ડનો સ્કોર 2-0 હતો. 

— Hockey World Cup 2018 - Host Partner (@sports_odisha) December 1, 2018

ત્રીજા ક્વાર્ટરમાં આખરે નેધરલેન્ડની ટીમ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવામાં સફળ રહી હતી. 35મી મિનિટમાં  નેધરલેન્ડને પેનલ્ટી કોર્નર મળી જેના પર મિંક વાન ડીર વીડેને ગોલ કરીને ટીમનો સ્કોર 4-0 કરી દીધો હતો.  નેધરલેન્ડે ત્રીજા ક્વાર્ટરના અંતમાં વધુ એક ગોલ કરીને ટીમનો સ્કોર 5-0 કરી દીધો હતો. 

નેધરલેન્ડ માટે 57મી મિનિટમાં બ્રિંકમૈને છઠ્ઠો અને 60મી મિનિટમાં જેરોએએ સાતમો અને પોતાનો ત્રીજો ગોલ  કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news