Arvind Kejriwal Gujarat visit: કેજરીવાલે વલસાડમાં આદિવાસીને રીઝવવા કયા વચનોની કરી લ્હાણી?

Arvind Kejriwal Gujarat visit: ધરમપુરનું આ લાલ ડુંગરીનું મેદાન ગાંધી પરિવાર માટે શુકનવંતું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે આજે અરવિંદ કેજરીવાલે ગાંધી પરિવારના લકી મેદાન પર જાહેર સભા સંબોધી અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારને વેગ આપ્યો હતો.

Arvind Kejriwal Gujarat visit: કેજરીવાલે વલસાડમાં આદિવાસીને રીઝવવા કયા વચનોની કરી લ્હાણી?

નિલેશ જોશી/વલસાડ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આજે વલસાડ જિલ્લાના ધરમપુર ના લાલ ડુંગરી મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારના માંથી મોટી સંખ્યામાં લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, ધરમપુરનું આ લાલ ડુંગરીનું મેદાન ગાંધી પરિવાર માટે શુકનવંતું હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે આજે અરવિંદ કેજરીવાલે ગાંધી પરિવારના લકી મેદાન પર જાહેર સભા સંબોધી અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારને વેગ આપ્યો હતો. પોતાના સંબોધનમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓએ ગુજરાતની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દે આક્ષેપો કરી આકરા પ્રહાર કર્યા હતાય

બધા પૈસા ક્યાં ગયા?

એમની પાસે એક ધારાસભ્ય છે, જેની પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી-હવે 1000 એકરથી વધુ જમીન થઈ ગઈ છે.

27 વર્ષ સુધી આ લોકોએ લૂંટવામાં કોઈ કસર નથી છોડી.#GujaratWithKejriwal #Gujarat pic.twitter.com/rDw970y1uV

— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 9, 2022

સંબોધનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સહિત આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત લોકોને વચનોની લહાણી કરી હતી. મફત વીજળી સ્વાસ્થ અને શિક્ષણ સહિતની સુવિધાઓ મફત આપવામાં આવશે તેવા લોકોને વાયદા કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સરકારના એક મંત્રી જાહેર મંચ પરથી હિન્દુ દેવી દેવતાઓની પૂજા નહીં કરાવવાના શપથ લેતા હોવાના વહેતા થયેલા વિડીયો મામલે રાજનીતિ ગરામાઈ રહી છે. આથી ભાજપ આક્રમક થઈ અને આ મામલે આમ આદમી પાર્ટીને ઘરેવાનો પ્રયાસ કરી રહી છે. તો આજે જાહેર મંચ પરથી કેજરીવાલે આ મુદ્દે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે, બે દિવસથી ગુજરાતમાં આવ્યો છું. ત્યારે જોઈ રહ્યો છે જોઈ રહ્યો છું કે આ લોકોએ મારા વિરોધમાં મોટા મોટા હોર્ડિંગ લગાવ્યા છે અને મારા ફોટા લગાવ્યા છે. આવું કરીને આ લોકો મારું નહિ ભગવાનનું અપમાન કરી રહ્યા છે. કેજરીવાલે પોતાના સંબોધનમાં વિરોધીઓને કંસ અને રાક્ષસની ઓલાદ કહ્યા હતા. અને પોતાને બાળપણમાં ઘરમાં કૃષ્ણ તરીકે બોલાવતા હોવાનું જણાવી પોતાની જાતને કૃષ્ણ તરીકે સરખાવી હતી. આમ આજે ધરમપુરના આ લાલ ડુંગળીના મેદાન પરથી કેજરીવાલે દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોને રીઝવવા અનેક વચનોની લાહણી કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, અમારી સરકાર બનતા પ્રત્યેક આદિવાસી ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. હાલમાં એક સરકારી રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આ વખતે 'આપ'ની સરકાર બની રહી છે. એ જોઈ ભાજપવાળા ડરી ગયા છે. કેજરીવાલે પોતાની સભામાં ભાષણ આપતા કહ્યું કે, ભાજપ જોડે કામ લઈને જાઓ તો તેઓ કહે છે કે પૈસા નથી, સરકાર ખોટમાં ચાલી રહી છે. બધા પૈસા ક્યાં ગયા? એમની પાસે એક ધારાસભ્ય છે, જેની પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે 1000 એકરથી વધુ જમીન થઈ ગઈ છે. 27 વર્ષ સુધી આ લોકોએ લૂંટવામાં કોઈ કસર નથી છોડી.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news