શિક્ષણના નામે ઉઘાડી લૂંટ કરતા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે? કોંગ્રેસના વેધક સવાલ
Trending Photos
અમદાવાદ : ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા, પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. ત્યારે ગુજરાતની જનતાના કામની વાત ફરિયાદ માટે સચિવાલયમાં વિભાગવાર મંત્રીઓ ક્યારે મુલાકાત આપશે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કોરાણે હડસેલી દીધા હતા.
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, સરકાર સમક્ષ વેધક પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, કોરોના મહામારીના આર્થિક રીતે તકલીફ વેઠી રહેતા ગુજરાતના લાખો સામાન્ય મધ્યમવર્ગ પરિવાર તેમના બાળકોને ફ્રીમાં રાહત મળે, તથા શિક્ષણમાં ચાલતી ઉઘાડી લૂંટને બંધ કરવાની માંગ કરતાં ગુજરાતીને સચિવાલયમાં શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ ક્યારે મળશે?
ટેટા-ટાટ પાસ થયેલા હજારો યુવાનો, એલઆરડી યુવાનો, બિન સચિવાલય, આઇટીઆઇ ઇન્સ્ટ્ર્ક્ચર, જીપીએસસીનાં લેક્ચરર, નિમણુંકથી વંચિત હજારો યુવાનો સહિત મોંઘા શિક્ષણ પછી સરકારી ભરતી માટે રાહ જોઇ રહેલા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શ્રમ રોજગાર મંત્રી ક્યારે મળશે? ફિક્સ પગાર આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના લાખો યુવાનો, કર્મચારીઓના થતા આર્થિક શોષણ, એજન્સીઓના ભ્રષ્ટાચાર બંધ થાય એ અંગે ગુજરાતના યુવાનોને સચિવાલયમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શ્રમમંત્રી ક્યારે મળશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે