ટોકિંગ પોઈન્ટ બન્યો આ પતિ, પત્નીને ભરણપોષણના રૂપિયા ન આપવા ભર્યું એવું પગલુ કે...

આપણે પતિ પીડિત પત્ની વિશે તો ઘણું સાંભળતા હોઈએ છીએ, પણ ક્યાંક પત્ની પીડિત પુરુષોના કિસ્સા પણ સામે આવી જતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરાનો છે. જ્યાં પત્નીને ભરણપોષણ ચૂકવવા સક્ષમ નહિ એવા પતિએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું, એ પણ વાજતે-ગાજતે....પતિએ માતા-પિતાની સહમતિથી જ જેલમાં જવાનું પસંદ કર્યું હતું અને વાજતે-ગાજતે મિત્રો સાથે વરઘોડો કાઢીને તે પોલીસ મથકમાં હાજર થયો હતો.

ટોકિંગ પોઈન્ટ બન્યો આ પતિ, પત્નીને ભરણપોષણના રૂપિયા ન આપવા ભર્યું એવું પગલુ કે...

તૃષાર પટેલ/વડોદરા : આપણે પતિ પીડિત પત્ની વિશે તો ઘણું સાંભળતા હોઈએ છીએ, પણ ક્યાંક પત્ની પીડિત પુરુષોના કિસ્સા પણ સામે આવી જતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરાનો છે. જ્યાં પત્નીને ભરણપોષણ ચૂકવવા સક્ષમ નહિ એવા પતિએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું, એ પણ વાજતે-ગાજતે....પતિએ માતા-પિતાની સહમતિથી જ જેલમાં જવાનું પસંદ કર્યું હતું અને વાજતે-ગાજતે મિત્રો સાથે વરઘોડો કાઢીને તે પોલીસ મથકમાં હાજર થયો હતો.

index1.jpg

શું થયું હતું...
વડોદરા પાસે આવેલ સયાજીપુરા ગામમાં હેમંત મનુભાઈ રાજપૂતના લગ્ન 15 વર્ષ પહેલા સુનિતા નામની યુવતી સાથે થયા હતા. છૂટક મજૂરી કરીને હેમંત પત્ની તથા વૃદ્ધ માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ લગ્નના થોડા સમય બાદ તેમને કોઈ સંતાન ન થતા બંને વ્ચચે મનમેળ રહેતો હતો. આ કારણે ઘરમાં કંકાસ વધી રહ્યો હતો. ઝઘડા વધતા સુનિતાએ તેને માતાપિતાથી અલગ રહેવા જવાનું કહ્યું હતું. પરંતુ હેમંત તેના માતાપિતાને છોડીને અલગ ઘર વસાવવા માંગતો ન હતો. તેથી સુનિતા અલગ રહેવાનો નિર્ણય લઈને તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. બાદમાં સુનિતાએ કોર્ટમાં ભરણપોષણનો દાવો દાખલ કર્યો હતો. કોર્ટે સુનિતાની અરજીને ધ્યાનમાં રાખીને હેમંતને માસિક 3500 રૂપિયા ભરણપોષણના ચૂકવવાનો હુકમ કર્યો હતો. તેમજ કોર્ટે કહ્યું કે, જો હેમંત ભરણપોષણ ન ચૂકવે તો જેલમાં જશે. બીજી તરફ, છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવનાર અને ઓછી રકમથી ઘર ચલાવનાર હેમંત માટે દર મહિને પત્નીને 3500 રૂપિયા ચૂકવવા અશક્ય હતા. આથી તેણે પોતાના માતાપિતાને આ અંગે વાતચીત કરી હતી. 

index3.jpg

ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડ્યા માતાપિતા
પુત્રની વેદના સમજીને માતાપિતા પણ દીકરાનો સાથ આપવા મજબૂર થઈ ગયા હતા. હેમંતે પત્નીને ભરણપોષણ ચૂકવ્યું ન હોવાથી તેના માટે 95 હજાર રૂપિયા ચઢી ગયા હતા. તેના માટે આ રૂપિયા ચૂકવાવ અશક્ય હતા. તેના માતાપિતાએ તેને સાંત્વના આપતા કહ્યું કે, અમે કોઈ પણ હાલતમાં અમારું ગુજરાન ચલાવી લઈશું, તું ચિંતા ન કરતો. તુ જેલની સજા ભોગવી લે. આમ, માતાપિતાએ પણ સમજદારી દાખવી હતી અને ખુદ દીકરાને જેલ છોડવા માટે પહોંચ્યા હતા. જેલમાં વિદાય કરવાની ક્ષણે માતાપિતા ધૂસ્કે-ધ્રૂસ્કે રડી પડ્યા હતા. માતાપિતા પણ જાણતા હતા કે, તેમની પુત્રવધુ તેમના દીકરાને ખોટી રીતે હેરાન કરતી હતી અને તેમનો દીકરી નિર્દોષ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news