નવા કોન્સેપ્ટ સાથે વડોદરામાં સિનિયર સિટીઝન માટે બનાવ્યા મકાન, મળશે આ સુવિધાઓ

વડોદરાના ભાયલી બિલ સ્ટેશન પાસે આવેલ ભાયલી ટીપી પાંચ ખાતેની એવરેસ્ટ દિગ્નિટી નામની આ ઇમારતમાં જીવનના અંતિમ પડાવે પહોંચેલા 134 જેટલા સિનિયર સિટીઝનોને મકાન અર્પણ કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો.

નવા કોન્સેપ્ટ સાથે વડોદરામાં સિનિયર સિટીઝન માટે બનાવ્યા મકાન, મળશે આ સુવિધાઓ

તૃષાર પટેલ, વડોદરા: પ્રત્યેક માનવીના જીવનનું એક મહત્વનું સ્વપ્ન એટલે પોતાનું ઘર હોવું. ઘરને ખરીદવું. અને માનવીએ ખરીદેલાએ ઘરમાં તેને સુખ શાંતિ ઐશ્વર્ય અને સમાધાન મળે ત્યારે સાચું સુખ મળ્યું એવું લાગે. સપનાના ઘરને વસાવવા આજે પ્રત્યેક વ્યક્તિ અથાગ મહેનત કરતો હોય છે. ખાસ કરીને વ્યક્તિની ઢળતી ઉંમરે તેને તમામ સુવિધા સાથેનું આવાસ મળે ત્યારે એવું લાગે કે સમગ્ર જીવન દરમિયાન કરેલ મહેનત બાદ હવે જીવનના બાકીના વર્ષો માત્ર આ સુંદર વાતાવરણમાં ગુજરવા જોઈએ. 

શહેરના સિનિયર સિટીઝનો માટે એક અલગ પ્રકારના વાતાવરણ સાથે શહેરના એવરેસ્ટ ગ્રુપ દ્વારા નવા કન્સેપ્ટ સાથે ઇમારત બનાવી છે. વડોદરાના ભાયલી બિલ સ્ટેશન પાસે આવેલ ભાયલી ટીપી પાંચ ખાતેની એવરેસ્ટ દિગ્નિટી નામની આ ઇમારતમાં જીવનના અંતિમ પડાવે પહોંચેલા 134 જેટલા સિનિયર સિટીઝનોને મકાન અર્પણ કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ ઇમારતમાં વિવિધ બ્લોક આવેલા છે અને આ તમામ બ્લોક પરના મકાનોને ખરીદયા છે શહેરના સિનિયર સિટીઝનોએ.

એવરેસ્ટ ગ્રુપના સંચાલકોનું માનવું હતું કે, એવી એક ઇમારત બનાવવી કે જેમાં સિનિયર સિટીઝનોની તમામ સુવિધાઓને ન્યાય આપી શકાય. એક અનોખા કન્સેપ્ટ સાથે એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગનિટી બનાવવાની શરૂઆત કરવામાં આવી. એક તરફ બાંધકામ ચાલતું રહ્યું તો બીજી તરફ જે મુખ્ય હેતુઓ સાથે આ ઇમારત બનાવવામાં આવી રહી હતી. તેની જાણકારી અને માહિતી સાથેના બ્રોસર્સ બનાવવા આવ્યા અને આ બ્રોસર્સને વહેંચવામાં આવ્યાં. ઇમારતમાં શું બનશે અને કેવી સુવિધાઓ આપવામાં આવશે એ જાણવાની ઇન્તેજારીમાં કેટલાય સિનિયર સિટીઝનોએ આ સાઈટની રૂબરૂ મુલાકાત લીધી અને ઇમારતમાં તેઓને ગમે તેવા ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું.

એવરેસ્ટ ગ્રુપ દ્વારા નિર્માણ કરાયેલ આ એવરેસ્ટ ડિગ્નિટી સાઈટનું મહત્વ એટલા માટે ખાસ રહ્યું કેમ કે, આ ઇમારતમાં બનાવેલ તમામ ફ્લેટસ માત્ર સિનિયર સિટીઝનો માટે જ બનાવવામાં આવ્યા હતા. મતલબ કે સિનિયર સિટીઝનો માટે આ વિશેષ કહી શકાય તેવી વસાહત બનાવવામાં આવી હતી. અહીં વડીલોને આપવામાં આવતી સુવિધામાં ખાસ મેડિકલ સર્વિસ. જોગીગ ટ્રેક, કસરત માટે જીમ, મુવી થિયેટર, રેસ્ટોરન્ટ, બગીચો, મંદિર, વહીલચેર, ગેસ્ટ રૂમ્સ જેવા અનેક પાસાઓને ધ્યાને રાખીને આ ઇમારત બનાવમાં આવી હતી.

સિનિયર સિટીઝનોને અનુકૂળતા રહે તેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ આ ઇમારતમાં કરેલો હોવાને કારણે સિનિયર સિટીઝનોએ ફ્લેટ ખરીદવામાં સારો પ્રતિસાદ પણ આપ્યો. એવરેસ્ટ ગ્રુપ દ્વારા બનાવાયેલ એવરેસ્ટ ડીગનિટીમાં બિલ્ડરે આપેલ તમામ પ્રકારની સુવિધાને કારણે ઇમારતમાં બનાવેલ બધાજ 134 ફ્લેટસનું વેચાણ ઝડપી થયું હતું. ખરીદી કરેલ ફ્લેટસના માલિકોને આજે ફ્લેટની ચાવી વિધિવત રીતે સોંપવાનો કાર્યક્રમ એવરેસ્ટ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર નું ગૌરવ એવા પદ્યમશ્રી જ્યોતિ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news