Artificial Sweetener: બર્થ ડેની કેક બની 10 વર્ષની બાળકીના મોતનું કારણ, જાણો સિંથેટિક સ્વીટનરથી શરીરને કેટલું થાય નુકસાન ?
Artificial Sweetener Side Effects: બાળકીના બર્થ ડે માટે ઓનલાઇન કેક મંગાવવામાં આવી હતી જે ખાધા પછી બાળકી અને તેના પરિવારના સભ્યોની તબિયત બગડી ગઈ હતી. તમામ લોકોએ ઓનલાઇન મંગાવેલી કેક ખાધી હતી.
Trending Photos
Artificial Sweetener Side Effects: પંજાબના પટિયાલામાં 10 વર્ષની બાળકીનું મોત કેક ખાધા પછી થયાની ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના બર્થ ડે માટે ઓનલાઇન કેક મંગાવવામાં આવી હતી જે ખાધા પછી બાળકી અને તેના પરિવારના સભ્યોની તબિયત બગડી ગઈ હતી. તમામ લોકોએ ઓનલાઇન મંગાવેલી કેક ખાધી હતી. આ મામલો સામે આવતા કેક સહિતની ખાવાની વસ્તુઓની ક્વોલિટીને લઈને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.
આ અંગે એક રિપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તે કેકમાં વધારે માત્રામાં સેકરીન હતું. સેકરીન ખાદ્ય સામગ્રીમાં મીઠાશ લાવવા માટે વપરાતું સિન્થેટિક સ્વીટનર છે. સામાન્ય રીતે ખાવા પીવાની વસ્તુઓમાં થોડી માત્રામાં સેકરીનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વસ્તુમાં વધારે પ્રમાણમાં સેકરીન ઉમેરી દેવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી જાય છે.
આ અંગે સ્થાનિક જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ પણ જણાવ્યું હતું કે તપાસ માટે તે કેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટમાં આવ્યું છે કે કેક બનાવવા માટે વધારે માત્રામાં સેકરીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે તે બેકરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો સામે આવતા ફૂડ ઓર્ડરિંગ એપ zomato એ તે બેકરીને બેન કરી દીધી છે.
શું છે સેકરીન ?
સેકરીન એક સિન્થેટિક સ્વીટનર છે. જેનું સંશોધન 1879 માં થયું હતું. તે ખાંડ કરતાં 300 થી 400 ગણું વધારે મીઠું હોય છે. તેમાં કેલેરી નથી હોતી. તેથી તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં ખાંડના વિકલ્પ તરીકે કરવામાં આવે છે. 20 મી સદીની શરૂઆતમાં જ્યારે ખાંડની અછત થઈ હતી ત્યારે સેકરીનનો ઉપયોગ વ્યાપક રીતે શરૂ થઈ ગયો. ત્યાર પછી ખાવા પીવાની વસ્તુઓમાં સેકરીનનો ઉપયોગ સામાન્ય વાત બની ગઈ.
સેકરીન અને બ્લેડર કેન્સર
કેટલાક દેશમાં સેકરીનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે પરંતુ સાથે જ શરીર પર તેના ઉપયોગથી જે હાનિકારક પ્રભાવ પડે છે તેના અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ચિંતાનું મુખ્ય કારણ કેન્સર સાથે તેની લીંક છે. પ્રાણીઓ પણ થયેલા એક અધ્યયન અનુસાર વધારે માત્રામાં સેકરીનનું સેવન નિયમિત કરવામાં આવે તો બ્લેડર કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
પાચનતંત્ર પર અસર
આ ઉપરાંત સેકરીન લાંબા સમય સુધી વધારે માત્રામાં લેવામાં આવે તો આંતરડામાં બેક્ટેરિયાનું બેલેન્સ બગડી જાય છે. તેનાથી પાચન સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. કેટલાક સંશોધન અનુસાર સેકરીન જેવા સિન્થેટિક સ્વીટનર આંતરડાની સંરચનાને બદલી શકે છે. જે સ્થૂળતા, મેટાબોલિક ડિસઓર્ડર સહિતની સંભાવનાને વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે