Damage liver symptoms: આ પાંચ લક્ષણ તમને કહી દેશે કે તમારું લીવર ડેમેજ છે કે નહીં, એક વાર જાણી લો
Damage liver symptoms: લીવર ડેમેજ છે કે નહીં તે ઘણી વખત તરત ખબર પડી જાય છે તો ઘણી વખત મહિનાઓ સુધી તેની ખબર પડતી નથી. ત્યારે આજે અમે તેમને એવા પાંચ લક્ષણ વિશે જણાવી રહ્યા છે જેથી તમે જાણી શકો છો કે તમારું લીવર ખરાબ થયું છે.
Trending Photos
Damage liver Symptoms For Health: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. શરીરમાં લીવર આહારને ન્યુટ્રિએન્ટ્સ અને એનર્જીમાં બદલવાનું કામ કરે છે. આ સાથે જ આપણી બોડીમાં હાજર લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે લીવર ડેમેજની જાણ તરત થઈ જાય છે અને ઘણી વખત દર્દીઓને મહિનાઓ સુધી ખબર પડતી નથી કે તેમનું લીવર ડેમેજ છે. એવામાં તમને તેના ખરાબ થવાના લક્ષણોની જાણકારી હશે તો તમે બીમારીને તરત જાણી શકશો. તો આવો જાણીએ એવા કયા 5 લક્ષણ છે જેનાથી જાણી શકાય છે કે તમારું લીવર ડેમેજ થયું છે.
1. ઉલ્ટી થવી
જો તમને વારંવાર ઉલ્ટી થઈ રહી છે તો તમારે એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઇએ. કેમ કે, આ કોઇ નોર્મલ ઉલ્ટી ના હોઈ શકે. સતત ઘણા દિવસોથી ઉલ્ટી થવી તે લીવર ખરાબ હોવાનું પણ લક્ષણ હોઈ શકે છે.
2. ભૂખ ઓછી લાગવી
મોટાભાગે લોકોને ભૂખ ઓછી લાગવાની ફરિયાદ શરૂ થઈ જાય છે. જો આ ફરિયાદ 15 દિવસથી થઈ રહી છે તો તમારે તેને હળવાશમાં ના લેવી જોઇએ, કેમ કે આ પણ એક લીવર ખરાબનું હોવાનું લક્ષણ છે.
3. થાક અનુભવો
ઘણી વખત તમે થાક વધારે અનુભવો છો અને લાખો ઉપાયો કર્યા પછી પણ તે દૂર થતો નથી. તો અહીં તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. વાંરવાર થાક અનુભવ થવો ખરાબ લીવરનું પણ લક્ષણ હોઈ શકે છે.
4. ઝાડા થવા
વાતાવરણમાં ફેરફારને કારણે અથવા પેટ ખરાબ હોવાના કારણે પણ ઘણી વખત ઝાડા થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે તે જરૂરી નથી કે આ નોર્મલ ઝાડા છે. આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાની જરૂરિયા છે, કેમ કે તે લીવર ખરાબ હોવાનું પણ એક લક્ષણ છે.
5. વજન ઓછું થવું
આ ઉપરાંત અચાનક તમારું વજન ઘટવા લાગે છે અને તેની ગતી સતત વધી રહી છે તો સાવચેત થઈ જાઓ, કેમ કે ઘણી વખત લીવર ખરાબ થવા પર પણ વજન ઝડપથી ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારી ત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે