Diabetes: સવારે ચાવીને ખાઈ લો બસ 1 પાન, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, સ્ટ્રેસ પણ થશે દુર
Diabetes: સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાન ખાવાથી અનેક ફાયદા થાય છે. મોટાભાગના લોકો જમ્યા પછી મસાલાવાળું પાન ખાતા પણ હોય છે. પરંતુ અહીં તમને મસાલાવાળું પાન ખાવાની સલાહ આપવામાં નથી આવી રહી. પાનને કોરું ખાવાની વાત છે.
Trending Photos
Diabetes: પાન ખાવાનું વ્યસન થઈ જાય તો તે નુકસાનકારક છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ કોરું પાન ખાવ છો તો તે સ્વાસ્થ્યને ફાયદો કરે છે. પાન બનાવવામાં તે પાંદડાનો ઉપયોગ થાય છે તેને કંઈપણ ઉમેર્યા વિના ખાવામાં આવે તો તે ફાયદો કરે છે. ખાસ તો એવા લોકોને જેમને ડાયાબિટીસ હોય અને બ્લડ શુગર વધારે રહેતું હોય.
સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાન ખાવાથી અનેક ફાયદા થાય છે. મોટાભાગના લોકો જમ્યા પછી મસાલાવાળું પાન ખાતા પણ હોય છે. પરંતુ અહીં તમને મસાલાવાળું પાન ખાવાની સલાહ આપવામાં નથી આવી રહી. પાનને કોરું ખાવાની વાત છે. કોરું પાન ખાવાથી તે હાર્ટથી લઈ મગજને પણ ફાયદો કરે છે.
આ પાનમાં આયોડીન, પોટેશિયમ, વિટામિન એ, વિટામીન બી1 સહિતના પોષકતત્વો હોય છે. તે બ્લડ શુગર અને હાર્ટ હેલ્થને નિયંત્રિત કરે છે. તે શરીરમાં ઊર્જા વધારે છે અને તે મેટાબોલિઝમને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય રોજ સવારે ખાલી પેટ પાન ખાવાથી શરીરની કઈ કઈ સમસ્યા દુર થાય છે તે પણ જાણી લો.
કબજિયાત
પાન પાચનતંત્ર માટે ફાયદાકારક છે. તે પાચન રસોનો સ્ત્રાવ વધારે છે. તેનાથી ભોજનનું પાચન સરળતાથી થાય છે. પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો પાન વાટી અને તેની પેસ્ટને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ પાણીને પી જવું.
સ્ટ્રેસ દુર થાય છે.
પાન માનસિક શાંતિ આપે છે. તેનાથી સ્ટ્રેસ અને ચિંતા દુર થાય છે. પાનમાં ફેનોલિક નામનું યૌગિક હોય છે. તેનાથી મૂડ સ્વિંગની સમસ્યા દુર થાય છે.
ઉધરસમાં લાભકારી
ઉધરસમાં પણ આ પાન ઉપયોગી છે. તેનાથી શ્વસન સ્વાસ્થ્ય સુધરે છે. તેનાથી ઉધરસ, શરદી, અસ્થમા જેવી સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે.
બ્લડ શુગર
પાનમાં એંટી હાઈપરગ્લાઈસેમિક ગુણ હોય છે. જે શુગરની સમસ્યાને નિયંત્રિત કરે છે. પાન સવારે ચાવીને ખાવાથી રક્તમાં ગ્લૂકોઝની માત્રા વધતી અટકે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં સવારે આ પાન ચાવીને ખાવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે