ધમનીઓમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલને કાઢવામાં સક્ષમ છે આ વસ્તુ, અઠવાડિયામાં ફરક દેખાવા લાગે છે!

આ મસાલો સ્વાદ અને સુગંધમાં જ જબરદસ્ત છે એવું નથી પરંતુ તેમાં અદભૂત ઔષધીય ગુણો પણ છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ પાચનને સુધારવા માટે, શરદી, ઉધરસ અને સળેખમમાં રાહત આપા માટે તથા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે પણ થાય છે. શરીરમાં સોજા ઘટાડવા માટે અને સાથે ખાસ કરીને કોલેસ્ટ્રોલને કાબૂમાં કરવા માટે પણ મદદરૂપ થઈ શકે છે.

ધમનીઓમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલને કાઢવામાં સક્ષમ છે આ વસ્તુ, અઠવાડિયામાં ફરક દેખાવા લાગે છે!

ભારતમાં ગૃહિણીઓના રસોડામાં એવા અનેક મસાલા છે જે અદભૂત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભાકારી સાબિત થાય છે. આવો જ એક મસાલો છે તજ. તજને એક મહત્વપૂર્ણ આયુર્વેદિક મસાલા તરીકે ઓળખવામાં આવે છે. આ મસાલો સ્વાદ અને સુગંધમાં જ જબરદસ્ત છે એવું નથી પરંતુ તેમાં અદભૂત ઔષધીય ગુણો પણ છે. આયુર્વેદમાં તજનો ઉપયોગ પાચનને સુધારવા માટે, શરદી, ઉધરસ અને સળેખમમાં રાહત આપા માટે તથા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે પણ થાય છે. શરીરમાં સોજા ઘટાડવા માટે અને સાથે ખાસ કરીને કોલેસ્ટ્રોલને કાબૂમાં કરવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. ખાસ કરીને ગંદા એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલને ઘટાડવામાં. આ મસાલાનો ઉપયોગ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે  કેવી રીતે થાય તે  ખાસ જાણો.

તજ અને કોલેસ્ટ્રોલનો સંબંધ
તજમાં એવા અનેક કુદરતી ગુણો હોય છે જે લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને કાબૂમાં કરવા માટે મદદ કરે છે. તેના મુખ્ય તત્વો જેમ કે સિનામિક એસિડ અને સિનેમાલ્ડિહાઈડ (Cinnamaldehyde) લોહીના પ્રવાહને સારો બનાવે છે અને કોલેસ્ટ્રોલને વધતા રોકે છે. આ ઉપરાંત તજની અંદર મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. 

તજના પ્રભાવી લાભ

LDL (બેડ કોલેસ્ટ્રોલ)ને ઘટાડવું
તજ લોહીમાં રહેલા ગંદા  કોલેસ્ટ્રોલ (LDL)ને બહાર કાઢવામાં મદદ કરે છે. તે રક્ત વાહિનીઓની દીવાલો પ જમા થયેલા કોલેસ્ટ્રોલને સાફ કરે છે જેનાથી ધમનીઓમાં અવરોધ ઓછો થાય છે અને લોહીનો પ્રવાહ સારો થાય છે. તેના કારણે હ્રદય રોગના જોખમ ઘટે છે. 

HDL વધારવું
તજ HDL (હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન) કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે. જેને આપણે સારા કોલેસ્ટ્રોલ તરીકે જાણીએ છીએ. શરીર માટે ફાયદાકારક હોય છે. સારું કોલેસ્ટ્રોલ હ્રદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે અને લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ (LDL) ને હટાવવામાં મદદરૂપ છે. 

સોજા ઓછા કરવા
તજમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાં સોજા ઘટાડવામાં મદદ કરે છે. સોજના લોહીની નળીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તજ તેને કાબૂમાં કરીને સ્વાસ્થ્યને સારું બનાવે છે 

બ્લડ શુગરને કાબૂમાં કરવું
તજનું સેવન બ્લડ શુગરના સ્તરને કાબૂમાં કરવામાં પણ મદદ કરે છે. બ્લડ શુગરમાં ઉતાર  ચડાવના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ પ્રભાવિત થઈ શકે છે અને તજ તેનું સંતુલન જાળવી રાખે છે. જેનાથી કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે. 

આ રીતે કરો તજનું સેવન

પાણીમાં ભેળવીને- એક ગ્લાસ ગરમ પાણીમાં તજનો પાઉડર (વધમાં વધુ અડધી  ચમચી) નાખીને પીઓ. 

ચામાં ભેળવીને- તેજને ચામાં ભેળવીને પીઓ. તે સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 

ફળ કે ઓટમીલમાં ભેળવીને- ઓટમીલ કે ફળ સલાડમાં પણ તજનો પાઉડર નાખી શકો છો. 

(અહેવાલ- સાભાર સહયોગી વેબસાઈટ હેલ્થ સાઈટ ડોટ કોમ હિન્દી)

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના  હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news