કોરોના સંકટમાં મહિલાઓની સેક્સ લાઈફ તો છોડો, પણ તેઓની એક બાબતને ઊંડી અસર કરી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી (Coronavirus) એ લોકોના જીવનને અનેક રીતે પ્રભાવિત કરી છે. એટલા હદ સુધી કે, આ દરમિયાન સેક્સને લઈને મહિલાઓના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે, COVID-19ના સમયમા મહિલાઓની યૌન (SEX) ઈચ્છાઓમાં વધારો થયો છે, પરંતુ યૌન જીવનની ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે.
નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
ઈન્ટરનેશનલ જનરલ ઓફ ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટટ્રિક્સ (International Journal of Gynecology & Obstetrics) માં પ્રકાશિત આ રિસર્ચને એસેલર મેટરનિટી એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ (Esenler Maternity and Children’s Hospital) ની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ટીમે તુર્કીની મહિલાઓના યૌન વ્યવહાર પર COVID-19 મહામારીથી થયેલી અસરનું આકલન કર્યું છે. રિસર્ચમાં સામેલ 58 ટકા લોકોએ જણાવ્યું કે, આ મહામારી દરમિયાન દર સપ્તાહમાં અંદાજે 2.4 વાર સંભોગ કર્યો, જ્યારે કે મહામારી પહેલા 6-12 મહિનામાં તે 1.9 વાર કર્યું હતું. આ રીતે સ્ટડીમાં એ પણ સામે આવ્યું કે, કોરોના સંકટને જોતા જ મોટાભાગની મહિલાઓ ગર્ભવતી થવા માંગતી નથી.
લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો
સ્ટડીમાં સામેલ મહિલાઓમાંથી 32.7 ટકા મહિલાઓ મહામારી પહેલા ગર્ભવતી થવા માંગેતી હતી. પરંતુ અત્યાર સુધી તે ઘટીને 5.1 ટકા રહી ગયું છે. જોકે, ચોંકાવનારી વાત એ પણ છે કે, તેના છતા મહામારી દરમિયાન ગર્ભનિરોધકનો ઉપયોગ ઓછો થયો છે. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, પહેલાની સરખામણીમાં કોરોના સંકટ દરમિયાન માસિક ધર્મ સંબંધી બીમારીઓ (menstrual disorders) સામે પણ મહિલાઓને ઝઝૂમવુ પડ્યું હતું. મહામારી પહેલા તેની ટકાવારી 12.1 હતી, જે વધીને 27.6 ટકા પહોંચી ગઈ.
રાજકોટમાં પત્રકાર-પોલીસ પર હુમલો કરનાર 29 આરોપીઓની ધરપકડ
સ્ટડી ટીમ અનુસાર, રિસર્ચમાં ભાગ લેનાર મહિલાઓની યૌન ક્રિયા આધારિત પ્રશ્નોત્તરીનો હાલનો સ્કોર મહામારી પહેલાના સ્કોરની સરખામણીમાં ખરાબ છે. જેનાથી માલૂમ પડે છે કે, કોરોનાએ તેમની સેક્સ લાઈફને ઘણી પ્રભાવિત કરી છે. COVID-19ના સમયમા મહિલાઓની યૌન (SEX) ઈચ્છાઓમાં વધારો થયો છે, પરંતુ યૌન જીવનની ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે