Weight Loss: 3 અઠવાડિયામાં ઘટાડવું છે વજન ? તો રોજ સવારે આ મસાલાની ચા પીવાનું કરો શરુ

Weight Loss: તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો આજે તમને એક ખાસ ચા વિશે જણાવીએ. જો તમે રોજ આ ચા પીશો તો પેટની અને કમરની ચરબી ઝડપથી ગાયબ થશે. 
 

Weight Loss: 3 અઠવાડિયામાં ઘટાડવું છે વજન ? તો રોજ સવારે આ મસાલાની ચા પીવાનું કરો શરુ

Weight Loss: એક વખત વજન વધી જાય તો તેને ઘટાડવામાં દિવસે તારા દેખાઈ જાય છે. કારણ કે વધેલું વજન ઘટાડવું સરળ કામ નથી. વજન ઘટાડવા માટે હેવી વર્કઆઉટ અને ડાયટ પ્લાન ફોલો કરવો પડે છે. પરંતુ આજની જીવનશૈલીમાં લોકો પાસે એટલો સમય નથી કે તેઓ કલાકો સુધી જિમમાં કસરત કરે અને ડાયટનું ધ્યાન રાખે. જો તમારી સ્થિતિ પણ આવી હોય અને તેમ છતાં તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો આજે તમને એક ખાસ ચા વિશે જણાવીએ. જો તમે રોજ આ ચા પીશો તો પેટની અને કમરની ચરબી ઝડપથી ગાયબ થશે. 

 

પેટની અને કમરની ચરબીને ઝડપથી દૂર કરે તે વસ્તુ છે તજ. તજનો ઉપયોગ તમે પણ રસોઈમાં ઘણી વખત કર્યો હશે. તજનો ઉપયોગ કરવાથી રસોઈનો સ્વાદ વધી જાય છે. પરંતુ તજ તમને વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થશે. રોજ સવારે તજની ચા પીવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. 

આ પણ વાંચો:

તજની ચા બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગેસ ઉપર ઉકાળવા મૂકો. જ્યારે પાણી ઉકળી જાય તો તેમાં તજ ઉમેરો. પાંચ મિનિટ તેને ઉકાળો અને પછી ગેસ બંધ કરો. ત્યાર પછી તેમાં મધ અને લીંબુ ઉમેરી તેને પીવાનું રાખો. જો તમે રોજ આ રીતે ચાલુ સેવન કરશો તો વજન ઝડપથી ઘટવા લાગશે. 

 

તજના અન્ય ફાયદા

- તજની ચા પીવાથી વજન તો ઘટે જ છે તેની સાથે સાંધાના દુખાવાથી પણ રાહત મળે છે. જો સાંધાના દુખાવાની તકલીફ વધારે હોય તો તજની પેસ્ટ બનાવીને તેને સાંધા પર લગાડી પણ શકાય છે.

- જે લોકોને ડાયાબિટીસ હોય તેમના માટે પણ તજ ખૂબ જ ગુણકારી છે. સવારે તજની ચા પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

- જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે પણ તજનું સેવન કરવું જોઈએ તજનું સેવન કરવાથી કબજિયાત અને ગેસ જેવી તકલીફથી મુક્તિ મળે છે. 

- તજ પાઉડરને ગરમ દૂધમાં મિક્સ કરીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news