ઐસા ભી હોતા હૈ...19 વર્ષની છોકરીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, પણ બન્નેના પિતા છે અલગ-અલગ
Twins Have Different Fathers: બ્રાઝિલમાં રહેતી એક 19 વર્ષની છોકરીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આમાંના એક બાળકનો ચહેરો તે વ્યક્તિ સાથે મેળ ખાતો ન હતો જેનું નામ તેણે તેના પિતા તરીકે લીધું હતું. આવી સ્થિતિમાં તેણે બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ માત્ર એક બાળકનો જૈવિક પિતા છે, જ્યારે બીજા બાળકનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
વિજ્ઞાનનો અજીબો-ગરીબ કિસ્સો, જાણીને ચોંકી જશો
19 વર્ષની છોકરીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ
પરંતુ બંનેના પિતા અલગ અલગ હોવાથી માતા પણ હેરાન
Trending Photos
Twins Have Different Fathers: માનવ શરીર અને તેનાથી સંબંધિત ઘણી એવી જટિલ બાબતો છે, જે ક્યારેક મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા લોકોને પણ આશ્ચર્યચકિત કરી દે છે. આવી જ એક માતા અને જોડિયા બાળકોની વાર્તા બ્રાઝિલથી આવી છે, જેમા છોકરીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે પરંતુ તેમના પિતા અલગ અગલ છે. ખાસ કરીને બાળકોની કલ્પના અને જન્મ એક એવી પ્રક્રિયા છે, જે ઘણી વખત આવી ઘટનાઓની સાક્ષી બને છે, જેને જોઈને અને સાંભળીને વ્યક્તિ દંગ રહી જાય છે.
આ પણ ખાસ વાંચોઃ
આવા કિસ્સાઓને મેડિકલ સાયન્સની ભાષામાં Heteroparental Superfecundation કહેવામાં આવે છે. સામાન્ય રીતે જોડિયા બાળકોના પિતા એક જ હોય છે, પરંતુ વિશ્વમાં કરોડોમાંથી એક કેસ એવો છે, જેમાં એકસાથે જન્મેલા બાળકોના જૈવિક પિતા અલગ-અલગ હોય છે. આવું જ કંઈક બ્રાઝિલની એક માતા સાથે થયું છે. જે વિશ્વમાં 20મો કેસ છે અને જોડિયા બાળકોના પિતા અલગ હોવાનું બહાર આવ્યું છે.
બ્રાઝિલમાં રહેતી એક 19 વર્ષની છોકરીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. આમાંના એક બાળકનો ચહેરો તે વ્યક્તિ સાથે મેળ ખાતો ન હતો જેનું નામ તેણે તેના પિતા તરીકે લીધું હતું. આવી સ્થિતિમાં તેણે બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ માત્ર એક બાળકનો જૈવિક પિતા છે, જ્યારે બીજા બાળકનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે યુવતીને અન્ય વ્યક્તિ સાથેના તેના સંબંધ વિશે યાદ આવ્યું, ત્યારે તેણે તેની સાથે મેળ ખાતા અન્ય બાળકનો ડીએનએ મેળવ્યો, જે મેચ થયો. આ પ્રકારની સ્થિતિને હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશન કહેવામાં આવે છે.
આ પણ ખાસ વાંચોઃ
કરોડોમાં એક હોય છે આવો કિસ્સો:
Dr Tulio Jorge Francoના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં હેટરોપેરેન્ટલ સુપરફેકન્ડેશનનો આ 20મો કેસ છે. પોર્ટુગલના ન્યૂઝ આઉટલેટ G1 અનુસાર, આવી ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે માતાના બે ઇંડા બે અલગ-અલગ પુરુષોના શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. તેમની આનુવંશિક સામગ્રી માતા જેવી જ છે પરંતુ પ્લેસેન્ટા અલગ છે. આવા કિસ્સા મનુષ્યોમાં ઓછા જોવા મળે છે પરંતુ કૂતરા, બિલાડી અને ગાયમાં વધુ જોવા મળે છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે