નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન જરૂરથી ખાઓ મખાના, દિવસભર રહેશે ઉર્જા

નવરાત્રિમાં જો તમે ઉપવાસ (navratri fast) કરી રહ્યાં છો, તો એવી વસ્તુનું સેવન કરો જે તમને ઉર્જાની સાથે સ્વસ્થ્યને ફાયદો આપી શકે છે. મખાના (fox nuts) પણ ઉપવાસ (Fast)માં ખાઈ શકાય એવો જ સુકોમેવો છે. જે તમારા સ્વસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે

નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન જરૂરથી ખાઓ મખાના, દિવસભર રહેશે ઉર્જા

નવી દિલ્હી: નવરાત્રિમાં જો તમે ઉપવાસ (navratri fast) કરી રહ્યાં છો, તો એવી વસ્તુનું સેવન કરો જે તમને ઉર્જાની સાથે સ્વસ્થ્યને ફાયદો આપી શકે છે. મખાના (fox nuts) પણ ઉપવાસ (Fast)માં ખાઈ શકાય એવો જ સુકોમેવો છે. જે તમારા સ્વસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. મખાનાને શિયાળ બદામ તરીકે પણ ઓળખાય છે. ઉપવાસમાં આ આહાર લાઇટ અને પાચન હોય છે. જે તમારી ભૂખને કંટ્રોલ કરશે અને તમને જરૂરી ઉર્જા પણ આપશે. વ્રત દરમિયાન ક્યારે ક્યારે ચીડિયાપણું અને તણાવ પણ થાય છે. એવામાં આ તણાવને દૂર કરવામાં મદદ કરે છે અને મન અને મગજને શાંત રાખે છે.

- જો વ્રત દરમિયાન તમને ઉંઘ ન આવવાની સમસ્યા થઇ રહી છે, તો મખાના તમારા માટે ફાયદાકારક રહેશે. રાત્રે સુતા પહેલા દૂધ (Milk)ની સાથે તેને ગ્રહણ કરો અને મેળવા શાંતિની ઉંઘ.

- જો તમે ડાયાબિટીઝ (diabetes)ના દર્દી છો તો ઉપવાસ દરમિયાન મખાના તમારા માટે બેસ્ટ ફૂડ સાબિત થઇ શકે છે. તેનાથી સુગર કંટ્રોલ (sugar control) કરવામાં મદદ મળે છે.

જાણો સ્વસ્થ્ય સાથે જોડાયેલા અન્ય લાભ

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રહાત
જે લોકોને હાઈ બ્લડ (high blod pressure)ની સમસ્યા છે તેમને મખાનાનું સેવન નિયમિત રીતિ કરવું જોઇએ. આ ન માત્ર તેમનું બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે પરંતુ હાઈ બ્લડ પ્રેશરના કારણે થતા જોખમોથી પણ સુરક્ષા પ્રદાન કરે છે. મખાનામાંથી મેગ્નેશિયમ મળી રહે છે. આ એક એવું મિનરલ છે જે શરીરના બ્લડ પ્રેશરને સંતુલિત કરવા માચે મદદગાર સાબિત થાય છે.

હાડકાને મજબૂતત બનાવે છે
વૃદ્ધ લોકો દિવસમાં બે વખત મખાના ખાઈ શકે છે. એવું એટલા માટે કહેવામાં આવે છે કેમ કે, તેમાંથી કેલ્શિયમ મળે છે. આ વધતી ઉંમરની સાથે હડાકાને નબળા થવાથી બચાવવામાં ઘણું મદદગાર સાબિત થાય છે. જ્યારે અન્ય વર્ગના લોકો પણ તેને હાડકાને મજબૂત બનાવવા માટે એક ફાયદાકારક ખાદ્ય પદાર્થ તરીકે ખાઈ શકે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે
ડાયાબિટીઝના દર્દીઓ માટે મખાનાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. મખાનામાં લો ગ્લોઈસેમિક ઇન્ડેક્સ હોય છે. આ એક એવો ગુણ છે જે ડાયાબિટીઝના કારણે થતા જોખમને ઘટાડે છે. તેથી જો તમારા ઘરમાં પણ કોઈ ડાયાબિટીઝથી પીડિત છે તો તેને મખાનાનું સેવન કરવાની સલાહ આપી શકાય છે.
(નોધ: કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news