Almonds Overdose: ચણા-મમરાની જેમ ખાશો બદામ તો ફાયદો થવાને બદલે થશે નુકસાન, આ સમસ્યા થઈ ગઈ તો ગયા કામથી
Almonds Overdose: બદામને લઈને કહેવામાં આવે છે કે તેને ખાવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે. આ ફાયદાને જાણીને લોકો વધારે પ્રમાણમાં બદામનું સેવન શરૂ કરી દે છે. જોકે આ રીતે બદામ ખાવાથી શરીરને ફાયદાને બદલે નુકસાન પણ થવા લાગે છે.
Trending Photos
Almonds Overdose: બદામ એક એવું ડ્રાયફ્રૂટ છે જેને ભારતમાં જ નહીં દુનિયાભરમાં લોકો શોખથી ખાતા હોય છે. બદામનું સેવન કરવાની સલાહ સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ આપે છે. કારણ કે તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામને લઈને કહેવામાં આવે છે કે તેને ખાવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે. આ ફાયદાને જાણીને લોકો વધારે પ્રમાણમાં બદામનું સેવન શરૂ કરી દે છે. જોકે આ રીતે બદામ ખાવાથી શરીરને ફાયદાને બદલે નુકસાન પણ થવા લાગે છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં બદામનું સેવન મર્યાદિત માત્ર કરતાં વધારે કરવામાં આવે તો તેનાથી શરીરમાં આડઅસરો પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે બદામનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી કયા કયા નુકસાન થાય છે.
બદામ ખાવાથી થતા નુકસાન
આ પણ વાંચો:
- જરૂર કરતાં વધારે બદામ ખાવાથી કિડની સંબંધીત સમસ્યા થઈ શકે છે આ ડ્રાયફ્રુટમાં ઓક્સલેટ હોય છે જેના કારણે પથરી થઈ શકે છે.
- બદામ વિટામિન ઈનો રિચ સોર્સ છે. પરંતુ જો તમે વધારે પ્રમાણમાં તેનું ઉપયોગ કરો છો તો હેમરેજ જેવી ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
- બદામનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં ટોક્સિન બનવા લાગે છે જે પેટ માટે ખરાબ સાબિત થાય છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે તે જોખમી સ્થિતિ બની જાય છે.
- બદામમાં ફાઇબર સૌથી વધારે હોય છે તેથી જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો કબજિયાત જેવી ડાઇઝેશનની પ્રોબ્લેમ થઈ શકે છે.
- જો તમે પહેલાથી જ વધારે વજનથી પરેશાન છો તો બદામ ખાવાનું ટાળજો કારણ કે તેને ખાવાથી વજન વધી શકે છે અને પેટની આસપાસ ચરબી જામવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે