Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Triphala Benefits: ત્રિફળા એવી વસ્તુ છે જે શક્તિશાળી છે. ત્રિફળા કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને દવા વિના મટાડી શકે છે બસ ખબર હોવી જોઈએ કે ત્રિફળા ચૂર્ણ લેવું કઈ રીતે ? ત્રિફળા ચૂર્ણને આ રીતે લેવાથી શરીરની સમસ્યાઓ ઝડપથી દુર થાય છે.
Trending Photos
Triphala Benefits: ત્રિફળા ચૂર્ણ સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણનો ભંડાર હોય છે. એ શરીરમાં આવેલા સોજાને ઘટાડે છે. તેનાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે અને કબજિયાત જેવી તકલીફ પણ દૂર થાય છે. ત્રિફળા ચૂર્ણને જો યોગ્ય રીતે લેવામાં આવે તો તે 5 સમસ્યાઓને દવા વિના જ દૂર કરી શકે છે. ઘણા લોકો ત્રિફળા ચૂર્ણ લેતા પણ હોય છે પરંતુ કેવી રીતે લેવું તે તેમને ખબર હોતી નથી. આજે તમને ત્રિફળા ચૂર્ણ લેવાની સાચી રીત જણાવીએ. ત્રિફળા ચૂર્ણને પાણી સાથે પી શકાય છે. પાણી સાથે લેવાથી ત્રિફળા ચૂર્ણ આ સમસ્યાઓમાં ફાયદો કરે છે.
ત્રિફળા ચૂર્ણથી આ 5 સમસ્યા થઈ શકે છે દુર
1. પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો ત્રિફળા ચૂર્ણનું પાણી પીવાની શરૂઆત કરી દો. તેમાં લેક્ટેટીવ ગુણ હોય છે જે કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરી શકે છે.
2. ત્રિફળાનું પાણી પીવાથી શરીરને ડિટોક્સ કરી શકાય છે. ત્રિફળાનું પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થોને ઓછા કરી શકાય છે. શરીરને ડિટોક્સ કરવામાં ત્રિફળા અસરદાર સાબિત થાય છે.
3. આર્થરાઈટિસની સમસ્યા દુર કરવા માટે ત્રિફળા પાણી પી શકાય છે. તેમાં એન્ટી ઈંફ્લેમેટરી, એન્ટી ઓક્સીડન્ટ સહિતના ગુણ હોય છે જે આર્થરાઈટિસ દરમિયાન થતા સોજા, દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે.
4. દાંતમાં સડો થવાની સમસ્યા હોય તો ત્રિફળા પાણી પીવું ફાયદાકારક છે. ત્રિફળાના પાણીથી સવારે કોગળા કરવાથી બેક્ટેરિયલ ઈન્ફેકશનની સમસ્યા દુર થઈ શકે છે.
5. શરીરના વધતા વજનને કંટ્રોલ કરવા માટે ત્રિફળાનું પાણી પી શકાય છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જો શરીરની વધારાની ચરબી બર્ન કરવી હોય તો ત્રિફળાનું પાણી રોજ પીવું. તેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે