Health: પુરુષો આ 5 વસ્તુ ખાય નિયમિત તો શક્તિ વધારવા માટે દવા લેવાની ન પડે જરૂર
Men's Health: આજની વ્યસ્ત જીવનશૈલીમાં પુરૂષો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનો ભોગ બને છે. આમ થવાનું મુખ્ય કારણ એ હોય છે કે તેઓ તેમના આહાર પર ધ્યાન આપી શકતા નથી. પોષણની ખામીના કારણે પુરુષો અંદરથી નબળા પડી જાય છે. જો કે દરેક પુરુષ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને તંદુરસ્ત રહે. આ ઈચ્છા પુરી કરવા માટે નિયમિત રીતે પ્રોટીન સહિતના પોષક તત્ત્વો ધરાવતો આહાર લેવો જોઈએ.
Trending Photos
Men's Health: આજની વ્યસ્ત જીવનશૈલીમાં પુરૂષો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાનો ભોગ બને છે. આમ થવાનું મુખ્ય કારણ એ હોય છે કે તેઓ તેમના આહાર પર ધ્યાન આપી શકતા નથી. પોષણની ખામીના કારણે પુરુષો અંદરથી નબળા પડી જાય છે. જો કે દરેક પુરુષ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને તંદુરસ્ત રહે. આ ઈચ્છા પુરી કરવા માટે નિયમિત રીતે પ્રોટીન સહિતના પોષક તત્ત્વો ધરાવતો આહાર લેવો જોઈએ. જો પુરુષોએ પોતાની શક્તિ વધારવી હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું રાખવું જોઈએ. આ વસ્તુઓ ખાધા પછી દવા લેવાની પણ જરૂર નહીં પડે.
પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર, કોલેસ્ટ્રોલ, સુગર, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા વધારે જોવા મળે છે. તેવામાં પુરુષોએ પોતાને ફિટ રાખવા માટે તેમના આહારમાં 5 વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઇએ. આ વસ્તુઓ તેમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે.
આ પણ વાંચો:
ફિશ
માછલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં કોષોના નિર્માણમાં મદદ કરે છે. સાથે જ તેમાંથી ઓમેગા 3 ફેટી એસિડ પણ મળે છે. તેનાથી કેન્સર જેવા રોગોના જોખમ સામે પણ રક્ષણ મળે છે. તેનાથી હૃદય અને સ્નાયુ મજબૂત બને છે.
દૂધ
દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેને હાડકાના વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ દૂધ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે. દૂધ મસલ્સ બનાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેથી જ પુરુષોએ દરરોજ દૂધનું સેવન કરવું જોઈએ.
ઈંડા
ઈંડા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેથી દરરોજ ઇંડા ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રહેલું કેલ્શિયમ, હેલ્ધી ફેટ, કેલરી, સોડિયમ અને પોટેશિયમ શરીરને મજબૂત બનાવે છે.
લીલા શાકભાજી
લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આપણા શરીર માટે દવા જેવું કામ કરે છે, તેમાં એવા ઘણા પોષક તત્વો અને મિનરલ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે આહારમાં તેનું નિયમિત સેવન કરો છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
ડ્રાયફ્રુટ અને સીડ્સ
બદામ, અખરોટ, કાજુ સહિતના ડ્રાયફ્રુટ અને ચિયા સીડ્સ જેવા બીજ તમને હંમેશા હેલ્ધી રહેવામાં મદદ કરી છે. ડ્રાયફ્રુટ અને વિવિધ પ્રકારના બીજમાં હેલ્ધી ફેટ હોય છે જે હાડકાને નબળા પડતાં અટકાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે