7th Pay Commission: સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2025માં મળશે જોરદાર ઝટકો! મોંઘવારી ભથ્થા પર આ અપડેટ ખાસ જાણો
7th Pay Commission DA Hike January 2025: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર નથી. નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025માં જોરદાર ઝટકો મળી શકે છે. મોંઘવારી ભથ્થા પર આ અપડેટ ખાસ જાણો.
Trending Photos
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર નથી. નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025માં જોરદાર ઝટકો મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી ઓછો ઉછાળો જોવા મળી શકે છે. મોંઘવારી ભથ્થામાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી ઓછો વધારો થાય એવું અનુમાન છે. કેન્દ્ર સરકાર દર છ મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય AICPI ઈન્ડેક્સના આધારે કરે છે. સપ્ટેમ્બર 2024 સુધીના આંકડા મુજબ કર્મચારીઓના જાન્યુઆરી 2025માં વધનારા મોંઘવારી ભથ્થામાં 2થી 3 ટકાનો વધારો થવાના અણસાર છે. હાલના આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 54.49% સુધી પહોંચી ચૂક્યું છે. જો કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે.
શું કહે છે AICPI ઈન્ડેક્સના તાજા આંકડા?
લેબર બ્યૂરો તરફથી બહાર પડેલા આંકડાઓ મુજબ સપ્ટેમ્બર 2024 સુધી AICPI ઈન્ડેક્સ 143.3 અંક પર છે. તે પ્રમાણે સપ્ટેમ્બર સુધીનું મોંઘવારી ભથ્થું 54.49% થઈ ચૂક્યું છે. પરંતુ હજુ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવવાના બાકી છે. જે અત્યાર સુધીમાં બહાર પડી જવા જોઈતા હતા. પરંતુ તેમાં વિલંબ થયો છે. હાલના ટ્રેન્ડ મુજબ જાન્યુઆરી 2025માં DA માં એકવાર ફરીથી ફક્ત 3% સુધીનો વધારો થવાનું અનુમાન છે.
શું હશે મોંઘવારી ભથ્થાના નવા આંકડા?
- જુલાઈ 2024 સુધી DA: 53%
- જાન્યુઆરી 2025માં સંભવિત DA: 56%
કેટલું થઈ શકે DA Hike?
હાલના ટ્રેન્ડને જોઈએ તો ઓક્ટોબરમાં ઈન્ડેક્સ નંબર 143.6 પહોંચવાનું અનુમાન છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થાનું કાઉન્ટ 54.96% પર પહોંચશે. જ્યારે નવેમ્બરમાં આ ટ્રેન્ડ પ્રમાણે ઈન્ડેક્સ 144 અંકને સ્પર્શી શકે છે. તેનાથી મોંઘવારી ભથ્થું 55.41% થઈ શકે છે. જ્યારે ડિસેમ્બર 2024 સુધી ઈન્ડેક્સમાં 144.6 અંકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવામાં મોંઘવારી ભથ્થું 55.91% થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓએ એકવાર ફરીથી 3%થી જ સંતોષ કરવો પડશે. નવા વર્ષમાં નવી આશાને ઝટકો લાગી શકે છે.
DA વધારાની પગાર પર અસર
7th CPC Update: જો તમારો બેઝિક પગાર ₹18,000 હોય અને મોંઘવારી ભથ્થું 56% હોય તો કેલક્યુલેશન આ રીતે થશે...
જાન્યુઆરી 2025 સુધી DA: ₹18,000 x 56% = ₹10,080/મહિનો
જુલાઈ 2024 સુધી DA: ₹18,000 x 53% = ₹9,540/મહિનો
3 ટકા વધે તો અંતર : ₹540 પ્રતિ મહિનો
(Disclaimer: ઉપર આપવામાં આવેલી પગારની ગણતરી ફક્ત અનુમાનના આધારે છે. બાકી ભથ્થા જોડવામાં આવે અને ફિટમેન્ટ ફેક્ટરના કારણે વાસ્તવિક પગાર ઘણો અલગ હોઈ શકે છે. આ ફક્ત મોંઘવારી ભથ્થાના અંતરને દર્શાવે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે