શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યાં દેશવાસીઓ, 'ભારત કે વીર' ખાતામાં 80 કરોડ જમા
પુલવામા હુમલા જેવા જઘન્ય આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો અને ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહી પર ભલે કોંગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યાં હોય પરંતુ દેશવાસીઓના મનમાં આ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ખુબ જ ભાવના અને મદદ માટે ઉત્સાહ ઉમટી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પુલવામા હુમલા જેવા જઘન્ય આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો અને ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહી પર ભલે કોંગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યાં હોય પરંતુ દેશવાસીઓના મનમાં આ શહીદ જવાનોના પરિવારો પ્રત્યે ખુબ જ ભાવના અને મદદ માટે ઉત્સાહ ઉમટી રહ્યો છે. અર્ધસૈનિક દળોના શહીદ જવાનોના પરિવારોને મદદ કરવા માટે બનાવવામાં આવેલા પોર્ટલ 'ભારત કે વીર'ના બેંક ખાતામાં લોકો પાણીને જેમ પૈસો ભેગો કરી રહ્યાં છે. 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ અત્યાર સુધીમાં આ પોર્ટલ પર દેશવાસીઓએ શહીદોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાન કર્યાં છે. આ અગાઉ છેલ્લા બે વર્ષમાં માત્ર 20 કરોડ રૂપિયા જ જમા થઈ શક્યા હતાં.
'ભારત કે વીર' સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ 'દેશના લોકો જે રીતે આપણા શહીદ જવાનોના પરિવારોને મદદ કરી રહ્યાં છે તે વખાણવા લાયક છે અને આવા પરિવારો કે જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે તેમને એ લાગી રહ્યું છે કે તેઓ એકલા નથી પરંતુ આખો દેશ તેમની સાથે છે.'
અત્રે જણાવવાનું કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. આ આતંકી હુમલાને લઈને જ્યાં લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ખુબ ગુસ્સો છે ત્યાં જ લોકો આપણા જવાનો માટે પણ દરેક શક્ય મદદ કરવા માંગે છે. લોકોનો ઉત્સાહ એ વાત પરથી આંકી શકાય કે સીઆરપીએફના ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા પુલવામા આતંકી હુમલા પહેલા જ્યાં બે લાખ પંચોતેર હજાર હતી ત્યાં હુમલા બાદ વધીને હવે ચાર લાખ પચ્ચીસ હજાર થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે