PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે પીએમ મોદીએ પણ સંસ્કૃતનો એક શ્લોક નમસ્તે શારદે દેવી પઢ્યો. આ દરમિયાન કાશ્મીરી પંડિતો ખુબ ભાવુક થયેલા પણ જોવા મળ્યાં. તેમણે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલા પગલાને બિરદાવતા પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. 

PM મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી પંડિતો, હાથ ચૂમી લઈને કહી આ વાત, જુઓ VIDEO

હ્યુસ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ અવસરે કાશ્મીરી પંડિતોની સાથે પીએમ મોદીએ પણ સંસ્કૃતનો એક શ્લોક નમસ્તે શારદે દેવી પઢ્યો. આ દરમિયાન કાશ્મીરી પંડિતો ખુબ ભાવુક થયેલા પણ જોવા મળ્યાં. તેમણે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલા પગલાને બિરદાવતા પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. 

કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત દરમિયાન ડેલિગેશનના એક સભ્યે પીએમ મોદીનો હાથ ચૂમી લેતા કહ્યું કે 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેમણે પણ જે કષ્ટ ઝેલ્યું તે તે ઓછું નથી. 

જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દરમિયાન કાશ્મીરી પંડિતો સાથે નમસ્તે શારદે દેવી શ્લોકનું પઠન કર્યું. આ દરમિયાન પીએમ મોદી ખુબ ઉત્સાહિત જોવા મળ્યાં. તેમણે કહ્યું કે અગેન નમો નમ:

— ANI (@ANI) September 22, 2019

કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરતા સુરેન્દ્ર કોલે કહ્યું કે કાશ્મીર પર લેવાયેલા ઐતિહાસિક નિર્ણય માટે અમે દુનિયા ભરમાં 7 લાખ કાશ્મીરી પંડિતો તરફથી પીએમ મોદીનો આભાર માન્યો. અમે આશ્વાસન આપ્યું કે કાશ્મીર માટે તમારા સપનાને પૂરું કરવા માટે અમારો સમુદાય સરકાર સાથે કામ કરશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી શનિવારે રાતે હ્યુસ્ટન પહોંચ્યાં. તેઓ 7 દિવસના યુએસ પ્રવાસે છે. આજે તેઓ હાઉડી મોદી કાર્યક્રમને સંબોધશે. આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. આ અગાઉ આજે તેઓ શીખ સમુદાયને પણ મળ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news