મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO

દિલ્હી મેટ્રોના સ્ટેશન હવે સ્યુસાઈડ પોઈન્ટમાં ફેરવાઈ રહેલા જોવા મળી રહ્યાં છે. તાજો મામલો દિલ્હીના મોડલ ટાઉન મેટ્રો સ્ટેશનનો છે જ્યાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે.

મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO

નવી દિલ્હી: દિલ્હી મેટ્રોના સ્ટેશન હવે સ્યુસાઈડ પોઈન્ટમાં ફેરવાઈ રહેલા જોવા મળી રહ્યાં છે. તાજો મામલો દિલ્હીના મોડલ ટાઉન મેટ્રો સ્ટેશનનો છે જ્યાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. આઝાદપુર મેટ્રો સ્ટેશન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ મેળવ્યો છે. 

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે 26 વર્ષની યુવતી મેટ્રો ટ્રેન આવી રહી હતી ત્યારે જ એકદમ તેની સામે કૂદી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. મૃતક યુવતીની ઓળખ મીનાક્ષી ગર્ગ તરીકે થઈ છે. મીનાક્ષી દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રહેતી હતી અને વ્યવસાયે એકાઉન્ટન્ટ હતી. પરિવારે જણાવ્યું કે મીનાક્ષીની સારવાર ચાલુ હતી. 

જુઓ VIDEO

પોલીસને ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે જેમાં લખ્યું છે કે મારા મોત માટે કોઈ જવાબદાર નથી. પોલીસે આ મામલો આત્મહત્યાનો નોંધીને તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news