ચોંકાવનારો કિસ્સો: બાળકોના આધારકાર્ડ બનાવડાવો તો આ બાબતે રહેજો સાવધ, બાળકને શાળામાં પ્રવેશ ન મળ્યો
બાળકના પિતા દિનેશે કહ્યું કે તે ભણેલો નથી. કાર્ડમાં અનેક ખામી છે તેને તે સમજી શકતો નથી. તેણે કહ્યું કે આધાર કાર્ડ બનાવનારા લોકોએ બાળકનું નામ પૂછ્યું હતું. પરંતુ તે સમયે બાળકનું નામ નહતું રાખ્યું.
Trending Photos
લખનઉ: આધાર કાર્ડમાં થયેલી બેદરકારી સંલગ્ન એક મામલો યુપીના બદાયુ જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં એક બાળકનું નામ આધાર કાર્ડમાં 'મધુ કા પાંચવા બચ્ચા' કરવામાં આવ્યું. આ મામલાની જાણકારી મળતા જ તપાસ શરૂ કરી દેવાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘોર બેદરકારીનો મામલો છે. આધાર કાર્ડમાં ખોટા નામના કારણે બાળકને શાળામાં પ્રવેશથી વંચિત કરી દેવાયો છે. અધિકારીઓએ કહ્યું કે તપાસ બાદ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
બદાયુના જિલ્લાધિકારી દીપા રંજને ફેક આધાર કાર્ડમાં બાળકનું નામ 'મધુ કા પાંચવા બચ્ચા' આપવાની વાતને ખુબ ગંભીરતાથી લીધી છે. આ મામલે તપાસ શરૂ દેવાઈ છે. રંજને કહ્યું કે આ મામલો બાળકના આધાર કાર્ડ બનાવવા માટે જવાબદાર લોકો દ્વારા ઘોર બેદરકારીનો સંકેત આપે છે. તપાસ પૂરી થયા બાદ આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે આધાર કાર્ડમાં ખોટા નામના કારણે સરકારી શાળામાં બાળકને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. કારણ કે આધારકાર્ડમાં નામ ખોટું હતું.
બાળકના પિતા દિનેશે મંગળવારે કહ્યું કે તે ભણેલો નથી. કાર્ડમાં અનેક ખામી છે તેને તે સમજી શકતો નથી. તેણે કહ્યું કે આધાર કાર્ડ બનાવનારા લોકોએ બાળકનું નામ પૂછ્યું હતું. પરંતુ તે સમયે બાળકનું નામ નહતું રાખ્યું. આથી અમે કહ્યું કે આ અમારું પાંચમું બાળક છે. મને નહતી ખબર કે આ મામલો આટલો મોટો મુદ્દો બની જશે. આ ભૂલ ઘોર બેદરકારીના કારણે થઈ છે. અમે બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને અલર્ટ કરીશું અને આ પ્રકારની બેદરકારીમાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે