Video: રસ્તા પર જોરદાર ડ્રામા, પુરૂષ મિત્ર સાથે ફરી રહી હતી પત્ની, પતિએ રંગેહાથ પકડી અને પછી....
આગ્રામાં એક હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં પત્ની પર શંકા હોવાને કારણે પતિએ તેનો પીછો કર્યો, હાઈવે પર તેણે પત્નીને પુરૂષ મિસ્ત સાથે સ્કૂટી પર જતી જોઈ. પતિની સાથે તેની પુત્રી પણ હતી, જેણે માતાને જતા જોઈ હતી. પછી પતિએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
Trending Photos
આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ-પત્ની અને તેના પુરૂષ મિત્રનો હાઈ પ્રોફાઇલ મામલો સામે આવ્યો છે. પત્ની પોતાના પુરૂષ મિત્ર સાથે ફરી રહી હતી, ત્યારે પુત્રીને બાઇક પર બેસાડી પતિ પણ પત્નીની પાસે પહોંચી ગયો. સિકંદરા પર પત્ની અને પુરૂષ મિત્રની સાથે સ્કૂટી પર બેસી મજાથી જઈ રહી હતી. પત્ની પર નજર પડતા જ પતિએ હાઈવે પર સ્કૂટર રોકાવવા માટે બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું.
પતિની પાછળ બેઠેલા વ્યક્તિએ મહિલા અને તેના પુરૂષ મિત્રનું વાહન રોકવા માટે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન પતિ રસ્તા પર જોરજોરથી રાડો પાડવા લાગ્યો હતો. રસ્તા પર લોકો પણ ભેગા થઈ ગયા હતા. ગાડી ઝડપથી ભગાવી પતિએ પત્ની અને તેના પુરૂષ મિત્રનું સ્કૂટર ઉભું રખાવી દીધું. જાણવા મળી રહ્યું છે કે બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી.
#आगरा सावधानी हटी दुर्घटना घटी 😝
सड़क पर ड्रामा
पति ने पीछा कर पत्नी को प्रेमी के साथ पकड़ा
सड़क पर पत्नी का पीछा करते हुए बनाया विडीओ #ViralVideo #UttarPradesh #Agra pic.twitter.com/tGgdtJm6YN
— Aviral Singh (@aviralsingh7777) September 12, 2022
માહિતી મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે પતિ અને મહિલાના પુરૂષ મિત્રનું શાંતિ ભંગની કલમો હેઠળ ચલણ કાપી દીધુ. સાથે ભવિષ્યમાં આમ ન કરવાની ચેતવણી આપી હતી. જાણવા મળી રહ્યું છે કે મહિલાના લગ્ન એક દાયકા પહેલા થયા હતા. તેને એક પુત્રી પણ છે. મહિલાના નજીકી સંબંધ એક કારોબારી સાથે છે.
પતિને શંકા ગઈ હતી કે મહિલાના કોઈ અન્ય સાથે સંબંધ છે, ત્યારબાદ બંને વચ્ચે બબાલ થતી હતી. પત્ની આજે ઘરે જણાવ્યા વગર નિકળી તો પતિએ તેનો પીછો કર્યો હતો. તેની શંકા સાચી પડી. પત્નીને તેના પુરૂષ મિત્ર સાથે રંગેહાથ ઝડપી લીધી. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે