સાત વર્ષ બાદ ફરી એકસાથ ! રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં મહેમાન બન્યા અખિલેશ યાદવ
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ઉત્તરપ્રદેશમાં અંતિમ દિવસ હતો.. ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા હતા... અને કાર્યકરો સમક્ષ 2024માં મોદીને હરાવવાનો હુંકાર કર્યો હતો.
Trending Photos
આગરાઃ INDIA ગઠબંધનની અંદરોઅંદર પડેલી ગાંઠ હવે ધીરે ધીરે દૂર થઈ રહી છે... દૂર-દૂર ચાલતા પક્ષો હવે સાથે જોડાઈ રહ્યા છે.. તો સૌપહેલા જેમનો સાથ મળ્યો તેવા અખિલેશ યાદવ આજે રાહુલ ગાંધીની સાથે એકમંચ પર જોવા મળ્યા... રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગરા પહોંચી હતી.. જ્યાં અખિલેશ યાદવે પણ યાત્રામાં સામેલ થઈને મજબૂત ગઠબંધનનો વિશ્વાસ અપાવ્યો... સાત વર્ષ બાદ એવો સમય આવ્યો, જ્યારે બંને પક્ષના નેતાઓ ફરી એકવાર જનતાની વચ્ચે એકસાથે જોવા મળ્યા.. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને સંબોધતા, પીએમ મોદીને ઈન્ડિયા ગઠબંધન જ રોકી શકે છે તેવો દાવો વ્યક્ત કર્યો..
યાત્રામાં રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું કે, આ દેશ મહોબ્બતનો દેશ છે, નફરતનો નહીં.. સાથે જ ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન તાક્યું.. રાહુલ ગાંધીએ કહ્યું કે, વર્તમાન સરકાર આંદોલનકારી ખેડૂતોને MSP આપવા તૈયાર નથી. પરંતુ જો દેશમાં INDIA ગઠબંધનની સરકાર આવશે તો તેઓ ખેડૂતોને MSP આપશે.. આ ઉપરાંત હુંકાર કરતા કહ્યું કે, આ ન્યાયની લડાઈ છે અને આપણે મહોબ્બતની દુકાન શરૂ કરવાની છે.
હાલ તો કોંગ્રેસને સમાજવાદી પાર્ટી, આપનો સાથ મળી ગયો છે.. પરંતુ હજુ પણ કેટલાક પક્ષો હાથની સાથે જોડાય તેની રાહ જોવાઈ રહી છે.. કેમ કે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.. વળી તેઓ રાહુલ ગાંધીની યાત્રાથી પણ દૂર રહ્યા.. જ્યારે કે આ યાત્રા બંગાળથી બિહાર પહોંચી તો તે સમયે નીતિશકુમારે પલટી મારીને મોટો ઝટકો આપી દીધો.. આ તરફ જમ્મુ કાશ્મીરમાં ફારુખ અબ્દુલ્લાએ પણ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી... જોકે હવે દિવસે ને દિવસે INDIA ગઠબંધન માટે સારા સમાચાર આવી રહ્યા છે.. અને વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે કે તેઓ મોદીના વિજય રથનો રોકી દેશે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે