ભાજપને જે ટોટી જોઇએ તે અમે મોકલી આપીશું: બંગ્લામા તોડફોડ મુદ્દે અખિલેશ

ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવને સરકારી બંગ્લા મુદ્દે લાગી રહેલા આરોપો અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રવિવારે સૈફઇ પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું કે, અમારી ઘર ખાલી કરાવી નાખ્યું, નેતાજી (મુલાયમસિંહ યાદવ)નું ઘર ખાલી કરાવી દેવાયું, અમારૂ નવુ ગઠબંધન છે, બસપા પ્રમુખનું ઘર ખાલી કરાવી નાખવામાં આવ્યું. હવે કહી રહ્યા છે કે અમે ટોટી (પાઇપ) લઇ ગયા છીએ.
ભાજપને જે ટોટી જોઇએ તે અમે મોકલી આપીશું: બંગ્લામા તોડફોડ મુદ્દે અખિલેશ

મૈનપુર : ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવને સરકારી બંગ્લા મુદ્દે લાગી રહેલા આરોપો અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. રવિવારે સૈફઇ પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું કે, અમારી ઘર ખાલી કરાવી નાખ્યું, નેતાજી (મુલાયમસિંહ યાદવ)નું ઘર ખાલી કરાવી દેવાયું, અમારૂ નવુ ગઠબંધન છે, બસપા પ્રમુખનું ઘર ખાલી કરાવી નાખવામાં આવ્યું. હવે કહી રહ્યા છે કે અમે ટોટી (પાઇપ) લઇ ગયા છીએ.

Akhilesh yadav said 'Whichever tap BJP wants, I will send them'

યાદવે કહ્યુ કે, ભાજપ સરકારને જે પણ ટોટી જોઇએ તે અમે મોકલવા માટે તૈયાર છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ લખનઉ ખાતેનાં પોતાના સરકારી બંગ્લો 4 વિક્રમાદિત્ય માર્ગને સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ ખાલી કરી દીધો હતો.તેના પર આરોપો લગાવાઇ રહ્યો છે કે  તેઓ સરકારી બંગ્લો ખાલી કરવાની સાથે સાથે ત્યાંથી ટોટી, ટાઇલ્સ, એસી, સહિતની વસ્તુઓ પણ ઉખાડીને લઇ ગયા હતા. જેની તસ્વીરો પણ સામે આવી હતી. 

Akhilesh yadav said 'Whichever tap BJP wants, I will send them'

રવિવારે બે દિવસ માટે સફઇ પહોંચેલા અખિલેશ યાદવે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, હજી હું બે દિવસ સેફઇમાં છું. બે દિવસ બાદ લખનઉ જઇને સારામાં સારી ટોટી આપીશ. ભજાપનાં લોકો કહી રહ્યા છે કે અમે સરકારી આવાસમાં તોડફોડ કરી. કહી રહ્યા છે કે તેમનો સામાન પણ સાથે લઇ ગયા. અમે જો તેમની કોઇ પણ વસ્તું લીધી હોય તો તે અંગે માહિતી આપે અમે તેને એક્સપ્રેસ વેથી મોકલી આપીશું. 
Akhilesh yadav said 'Whichever tap BJP wants, I will send them'
સપા અધ્યક્ષે અખિલેશ યાદવે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ખતરો પાકિસ્તાન તરફથી નહી પરંતુ તમારાથી (મોદી) તરફથી છે. ભાજપ પાકિસ્તાનની વાત કરીને રાજનીતિક લાભ ખાટી રહ્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી ખીર ખાવા પાકિસ્તાન જાય છે અને પછી ખતરો પણ પાકિસ્તાન તરફથી આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news