કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક


રવિવારે 11 કલાકે સર્વદળીય બેઠક (All Party Meeting) થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સ પણ સામેલ થશે.

કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) 29 નવેમ્બર (સોમવાર) થી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા રવિવારે 11 કલાકે સર્વદળીય બેઠક (All Party Meeting) થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સ પણ સામેલ થશે. બેઠકમાં વિપક્ષ કિસાનોના વળતર, એમએસપી અને મોંઘવારીના મુદ્દા પર સરકાર પાસે ગૃહમાં ચર્ચાની માંગ કરશે તો સરકાર બધા દળોને સંસદમાં રજૂ થનારા તમામ બિલ વિશે જાણકારી આપશે. 

સોમવારે રજૂ થશે આ બિલ
સરકાર ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા સંબંધિ બિલને સોમવારે લોકસભામાં રજૂ કરશે, જેમાં કહેવામાં આવ્યું છે કે કિસાનોનો એક નાનો સમૂહ આ કાયદાનો વિરોધ કરી રહ્યો છે પરંતુ સમયની જરૂરીયાત છે કે સમાવેશી વિકાસ માટે બધાને સાથે લઈને ચાલવામાં આવે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે એટલે કે સોમવારે લોકસભાની કાર્યવાહીની યાદીમાં આ બિલને સામેલ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાની જાહેરાત બાદ કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. 

પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિન્દુ છીએ, દેશના વિભાજન પર બોલ્યા ભાગવત  

સાંસદોને જાહેર કર્યુ વ્હિપ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર નિચલા ગૃહમાં આ બિલને રજૂ કરશે. ભાજપ અને મુખ્ય વિપક્ષી કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હિપ રજૂ કરી કહ્યુ છે કે તે સોમવારે સંસદમાં હાજર રહે. લોકસભાની 29 નવેમ્બરની કાર્યવાહી યાદી અનુસાર કૃષિ મંત્રી તોમર ખેડૂતોના ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ, 2020, ખેડૂતોની (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ અધિનિયમ, 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) અધિનિયમ, 2020 ને રદ્દ કરવા અને જરૂરી વસ્તુ અધિનિયમ, 1955માં સંશોધન કરવા સંબંધિત બિલ રજૂ કરશે. 

ટ્રેક્ટર માર્ચ સ્થગિત
તો કિસાન નેતાઓએ શનિવારે કહ્યુ કે, સંયુક્ત કિસાન મોર્ચાએ સંસદ સુધી 29 નવેમ્બરે પ્રસ્તાવિત પોતાની ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરી દીધી છે. માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય સંસદના શિયાળુ સત્ર શરૂ થવાના બે દિવસ પહેલા લાવવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી કાયદાનો વિરોધ કરી રહેલા કિસાન સંગઠનોનું નેતૃત્વ કરનાર સંયુક્ત કિસાન મોર્ચાએ તે પણ કહ્યું કે, કિસાનોને તેના પાક માટે એમએસપીની ગેરંટી આપનાર કાયદાની માંગ પર સંસદમાં આશ્વાસન ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news