અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી ફોર્મની તપાસ 22 એપ્રિલ સુધી ટળી, BJPએ નાગરિકતા પર ઉઠાવ્યાં સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રેદેશના અમેઠીથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યાં છે. તેમણે આ માટે જે ઉમેદવારી પત્રક ભર્યું હતું તેની તપાસ રિટર્નિંગ ઓફિસરે 22 એપ્રિલ સુધી ટાળી છે. ત્યારબાદ ભાજપે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રેદેશના અમેઠીથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યાં છે. તેમણે આ માટે જે ઉમેદવારી પત્રક ભર્યું હતું તેની તપાસ રિટર્નિંગ ઓફિસરે 22 એપ્રિલ સુધી ટાળી છે. ત્યારબાદ ભાજપે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યાં છે.
ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પાસે તેમની નાગરિકતા અંગે જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે તેઓ બ્રિટિશ નાગરિક છે કે નહીં? તેમણે આરોપ લગાવ્યો કે એક કંપનીમાં રાહુલની નાગરિકતા બ્રિટિશ નોંધાયેલી છે.
Amethi returning officer orders postponement of scrutiny of Congress President Rahul Gandhi’s nomination papers to 22nd April. pic.twitter.com/KLHZ7PA5qc
— ANI UP (@ANINewsUP) April 20, 2019
ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહાએ કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના વકીલ રાહુલ કૌશિક અમેઠીમાં ઉમેદવારી પત્રક પર રિટર્નિંગ ઓફિસરના ઓબ્ઝર્વેશનનો જવાબ આપી શક્યા નથી. તેમને 22 તારીખનો સમય અપાયો છે. આશ્ચર્યની વાત છે કે તેમની પાસે જવાબ નહતો. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ જવાબ આપવો પડશે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજીની નાગરિકતાને લઈને પહેલો સવાલ એ છે કે શું રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં? કારણ કે તેમના 2004ના ડેક્લેરેશનમાં રાહુલે કહ્યું હતું કે તેમણે બેક ઓપ્સ કંપનીમાં રોકાણ કર્યું હતું અને 2005માં બ્રિટનની સામે જે ડોક્યુમેન્ટ અપાયા હતાં, તેમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક દર્શાવવામાં આવ્યાં હતાં. નરસિંહાનું કહેવું છે કે જો તેઓ બ્રિટિશ નાગરિક હોય તો દેશના નિયમ મુજબ રાહુલની ભારતીય નાગરિકતા ખતમ થઈ જાય છે.
જુઓ LIVE TV
હકીકતમાં અમેઠીથી ચૂંટણી લડી રહેલા એક અપક્ષ ઉમેદવારના વકીલ રવિ પ્રકાશે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતા તેમના ઉમેદવારી પત્રકની તપાસની માગણી કરી હતી. રવિ પ્રકાશનું કહેવું છે કે બ્રિટનની એક રજિસ્ટર્ડ કંપનીના દસ્તાવેજોમાં તેમણે પોતાની બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કર્યો છે અને બિન ભારતીય વ્યક્તિ દેશમાં ચૂંટણી લડી શકે નહીં. રવિ પ્રકાશે કહ્યું કે આ ઉપરાંત રાહુલના શૈક્ષણિક સર્ટિફિકેટમાં પણ ખુબ ભૂલો છે. તેમણે માગણી કરી કે રાહુલ ગાંધીના અસલી શૈક્ષણિક દસ્તાવેજો સામે આવવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે