દિલ્હીમાં કોરોનાને કાબૂમાં લેવા માટે લેવાયા મહત્વના નિર્ણયો, અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

કોરોના વાયરસ (coronavirus) સંક્રમણના જે ઝડપથી દિલ્હીમાં કેસ વધી રહ્યા છે તે અંગેની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે હાલાત પર ચર્ચા કરવા માટે આજે બેઠક કરી. બેઠકમાં દિલ્હીમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, તપાસની સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય માળખાગત સુવિધાઓમાં સુધાર પર ચર્ચા થઈ. બેઠકમાં દિલ્હીની જનતાની સુરક્ષા અને સંક્રમણને રોકવા માટે લેવાયેલા મહત્વપૂર્ણ  નિર્ણયોની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી. તેમણે બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે અનેક ટ્વિટ કર્યાં. 

દિલ્હીમાં કોરોનાને કાબૂમાં લેવા માટે લેવાયા મહત્વના નિર્ણયો, અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

નવી દિલ્હી: કોરોના વાયરસ (coronavirus) સંક્રમણના જે ઝડપથી દિલ્હીમાં કેસ વધી રહ્યા છે તે અંગેની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે હાલાત પર ચર્ચા કરવા માટે આજે બેઠક કરી. બેઠકમાં દિલ્હીમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, તપાસની સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય માળખાગત સુવિધાઓમાં સુધાર પર ચર્ચા થઈ. બેઠકમાં દિલ્હીની જનતાની સુરક્ષા અને સંક્રમણને રોકવા માટે લેવાયેલા મહત્વપૂર્ણ  નિર્ણયોની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી. તેમણે બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે અનેક ટ્વિટ કર્યાં. 

બેઠકમાં લેવાયેલા નિર્ણયો...

- દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે બેડની અછતને જોતા કેન્દ્રની મોદી સરકારે તરત 500 રેલવે કોચ દિલ્હીને આપવાનો નિર્ણય લીધો છે. આ રેલવે કોચથી દિલ્હીમાં 8000 બેડ તો વધશે જ પરંતુ સાથે સાથે કોચ કોરોના સંક્રમણથી લડવા માટે તમામ સુવિધાઓથી લેસ હશે. 

- દિલ્હીના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ મેપિંગ સારી રીતે થઈ શકે તે માટે ઘરે ઘરે જઈને દરેક વ્યક્તિનો વ્યાપક સ્વાસ્થ્ય સર્વે કરવામાં આવશે. જેનો રિપોર્ટ એક અઠવાડિયામાં આવી જશે. આ સાથે જ સારી રીતે મોનિટરિંગ થઈ શકે, તે માટે ત્યાં દરેક વ્યક્તિના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં આવશે. 

- દિલ્હીના કોરોના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના ટેસ્ટિંગને વધારીને બમણા કરાશે. તથા 6 દિવસ બાદ ટેસ્ટિંગને વધારીને ત્રણ ગણા કરાશે. 

- આ સાથે જ થોડા દિવસ બાદ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં દરેક પોલિંગ સ્ટેશન પર ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. 

- દિલ્હીની નાની હોસ્પિટલો સુધી કોરોનાની યોગ્ય જાણકારી અને દિશા નિર્દેશ પહોંચાડવા માટે મોદી સરકારે એમ્સમાં ટેલિફોનિક ગાઈડલાઈન્સ દ્વારા વરિષ્ઠ ડોક્ટર્સની એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. જેનાથી નીચલા સ્તર સુધી સર્વશ્રેષ્ઠ પ્રણાલીઓનો સંચાર થઈ શકે. આ માટે હેલ્પલાઈન નંબર કાલે જાહેર કરાશે. 

- દિલ્હીની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સંક્રમણની સારવાર માટે ખાનગી હોસ્પિટલોના કોરોના બેડમાંથી 60 ટકા બેડ ઓછા રેટમાં ઉપલબ્ધ કરાવવા, કોરોના ઉપચાર અને કોરોનાની ટેસ્ટિંગના રેટ નક્કી કરવા માટે ડો. પોલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે જે આવતી કાલ સુધીમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. 

જુઓ LIVE TV

- કોરોના સામે ભારત ખુબ મજબૂતીથી લડત લડી રહ્યો છે અને આ સંક્રમણથી પોતાના જીવ ગુમાવનારા લોકો માટે સરકાર દુખી પણ છે અને તેમના પરિજનો પ્રત્યે સંવેદનશીલ પણ છે. સરકારે અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી અંતિમ સંસ્કાર માટે પ્રતિક્ષા કરવાનો સમય ઓછો થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news