ખીણમાં પથ્થરબાજોએ લીધો જવાનનો જીવ, ટ્રક પર થયો હતો હૂમલો
જમ્મુ અને કાશ્મીરમાં આ સંભવત પહેલો કેસ છે, જેમાં પથ્થરમારાની ઘટનામાં સેનાના કોઇ જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે
Trending Photos
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પથ્થરમારામાં ઘાયલ થયેલા સેનાનાં એક જવાનનાં મોત થઇ ચુક્યા છે. ઉતરાખંડના પિથોરાગઢના રહેવાસી રાજેન્દ્ર સિંહની શુક્રવારે સારવાર દરમિયાન મોત થઇ ગયા. રાજેન્દ્રસિંહ તે ટીમનો હિસ્સો હતા, જે બોર્ડર રોડ ઓ્ગેનાઇઝેશનને સુરક્ષા આપવાનું કામ કરે છે. ગુરૂવારે તેની ટીમ પર અનંતનાગ બાયપાસ પર પત્થરમારો કરનારાએ હૂમલો કર્યો. આ હૂમલામાં એક પથ્થર રાજેન્દ્ર સિંહના માથા પર વાગ્યું. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે શુક્રવારે તેનું મોત નિપજ્યું હતું.
સેનાના અનુસાર ગુરૂવારે સાંજે 8 વાગ્યે અનંતનાગમાં એનએચ-44 પર જ્યારે સેનાની ગાડી પસાર થઇ રહી હતી તે સમયે પથ્થરમારો થયો હતો. જે પૈકી એક પથ્થર સીધો જ રાજેન્દ્રના માથા પર લાગ્યો. તેને તુરંત જ પ્રાથમિક સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે ગંભીર ઇજાના નિશાનના કારણે તેમની હાલતમાં સુધારો નથી થયો. શુક્રવારે સાંજે તેનું મોત નિપજ્યું. રાજેન્દ્ર સિંહ ઉતરાખંડના પિથોરાગઢ જિલ્લાના બડેના ગામના રહેવાસી હતા. તે 2016માં સેનામાં ભરતી થયા હતા.
Army soldier Rajendra Singh was part of Quick Reaction Team that was providing security to a Border Roads Organisation convoy y'day.When convoy was passing through Anantnag bypass tri-junction,few youth hurled stones at vehicle&he was hit by a stone.He later succumbed to injuries pic.twitter.com/arNCzzQMxV
— ANI (@ANI) October 26, 2018
શોપિયામાં એક જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં શુક્રવારે આતંકવાદી હૂમલામાં એક જવાન ઘાયલ થઇ ગયા. જવાનોને સામાન્ય ઇજા પહોંચ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મંત્રીબુગ ગામમાં રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ના જવાનોની શિબિર પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ આતંકવાદી સફરજનનાં બગીચામાંથી ભાગી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે