VIDEO : બંને હાથ વડે બોલિંગ કરતો શ્રીલંકાનો કમિન્ડુ મેન્ડિસ આવતીકાલે કરી શકે ડેબ્યુ

શ્રીલંકાના 20 વર્ષનો ઓલરાઉન્ડર ખેલાડી કમિન્ડુ મેન્ડિસને ઈંગ્લેન્ડ સામેની ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે. બંને ટીમ 27 ઓક્ટોબરના રોજ ટી20 મેચ રમવાની છે

VIDEO : બંને હાથ વડે બોલિંગ કરતો શ્રીલંકાનો કમિન્ડુ મેન્ડિસ આવતીકાલે કરી શકે ડેબ્યુ

કોલંબોઃ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી શ્રીલંકાની ટીમમાં શનિાવરે મિસ્ટ્રી સ્પિનર કમિન્ડુ મેન્ડિસ પદાર્પણ કરી શકે છે. 20 વર્ષનો કમિન્ડુ મેન્ડિસને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કરાયો છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બંને હાથે સ્પિન બોલિંગ કરે છે. યજમાન શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે શનિવારે ટી20 મેચ રમાવાની છે. 

અંડર-19નો કેપ્ટન રહી ચુક્યો છે મેન્ડિસ
યજમાન શ્રીલંકા ટીમનો ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં 1-3થી કારમો પરાજય થયો હ તો. ત્યાર બાદ તેણે પોતાની ટી20 ટીમમાં યુવાન ખેલાડી કમિન્ડુ મેન્ડિસને સ્થાન આપ્યું છે. કમિન્ડુ મેન્ડિસ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અંડર-19 વર્લ્ડ કપમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. મેન્ડિસ અત્યાર સુધી 6 લિસ્ટ-એ અને એટલી જ ટી20 મેચ રમી ચૂક્યો છે. તેણે લિસ્ટ-એમાં 3 વિકેટ અને ટી20માં 2 વિકેટ લીધી છે. કમિન્ડુ ડાબા હાથે બેટિંગ કરે છે, પરંતુ બોલિંગ બંને હાથ વડે કરી શકે છે. 

આઈસીસીએ ટ્વીટ કર્યો વીડિયો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ કમિન્ડુ મેન્ડિસનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં તે બંને હાથ વડે બોલિંગ કરતો જોવા મળે છે. મેન્ડિસે ઈંગ્લેન્ડ સામેની વોર્મઅપ મેચમાં મોર્ગન સામે બંને હાથે ઓફસ્પિન બોલિંગ કરી હતી. ત્યાર બાદ ક્રીઝ પર જેવો રૂટ આવ્યો તો તે ડાબા હાથ વડે બોલિંગ કરવા લાગ્યો હતો. 

Here's a clip of him in action - and no, that's not a mirror, he really does bowl both right-arm and left-arm spin! pic.twitter.com/rhjJP4wku1

— ICC (@ICC) October 23, 2018

બંને હાથ વડે બોલિંગ કરી શકનારો 5મો બોલર
કમિન્ડુ મેન્ડિસ દુનિયાનો 5મો બોલર છે જે બંને હાથ વડે સ્પિન બોલિંગ કરી શકે છે. આ અગાઉ પાકિસ્તાનના હનીફ મોહમ્મદ, ઈંગ્લેન્ડનો ગ્રેહામ ગૂચ, શ્રીલંકાનો હસન તિલકરત્ને અને ભારતનો અક્ષય કર્નેવર બંને હાથ વડે બોલિંગ કરી ચૂક્યા છે. હનીફ મોહમ્મદ, ગ્રેહામ ગૂચ અને હસન તિલકરત્ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા નામ છે. અક્ષય કર્નેવરને આ તક મળી ન હતી. કમિન્ડુ મેન્ડિસ અંડર-19 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યો છે. 

થિસારા પરેરાને કેપ્ટનશિપ, મલિંગાનું પુનરાગમન
ઈંગ્લેન્ડ સામેની આ ટી20 ટીમમાં થિસારા પરેરાને શ્રીલંકન ટીમની કેપ્ટનશીપ સોંપાઈ છે. તે એન્જેલો મેથ્યુઝનું સ્થાન લેશે, જેને એશિયા કપમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટનશિપમાંથી હાંકી કઢાયો છે. લસિથ મલિંગાનું ટી20 ટીમમાં પુનરાગમન થયું છે. 

શ્રીલંકાની ટી20 ટીમ
થિસારા પરેરા(કેપ્ટન), દિનેશ ચાંડિમલ, નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, ધનંજય ડિ સિલ્વા, દાશુન શનાકા, કમિન્ડુ મેન્ડિસ, ઈસુરૂ ઉડાના, લસિથ મલિંગા, દુષ્મંથા ચમીરા, અકિલા ધનંજય, કાસુન રજીતા, નુવાન પ્રદીપ, લક્ષ્મણ સદાકન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news