Aryan Khan એ જેલમાં NCB ચીફને આપ્યું આ વચન, જાણીને શાહરૂખ ખાનને ચોક્કસપણે થશે ગર્વ
Trending Photos
થોડા સમય પહેલા જ એનસીબીએ બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ આર્યન ખાન સતત ચર્ચામાં છે. લગભગ 15 દિવસ વીતી ગયા બાદ પણ આર્યન ખાનને હજુ જામીન મળી શક્યા નથી. આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે તેને જેલમાં કેદી નંબર 956 નામથી બોલાવવામાં આવે છે.
આ બધા વચ્ચે એક મોટા ખબર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હાલ જેલમાં આર્યન ખાન સહિત બાકીના 7 લોકોનું કાઉન્સિલિંગ થઈ રહ્યું છે. આ લિસ્ટમાં આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાનું નામ પણ સામેલ છે. આર્યન ખાનનું કાઉન્સિલિંગ મુંબઈ એનસીબી ચીફ સમીર વાનખેડે કરી રહ્યા છે. આ કામમાં સમીર વાનખેડેની મદદ કેટલાક એનજીઓ વર્કર્સ પણ કરી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો કાઉન્સિલિંગ ખતમ થયા બાદ આર્યન ખાને સમીર વાનખેડેને એક વચન આપ્યું છે. આ વાતનો ખુલાસો એનસીબીના એક ઓફિસરે કર્યો છે. પીટીઆઈ સાથે વાત કરતા આ ઓફિસરે કહ્યું કે આર્યન ખાને વચન આપ્યું છે કે તે એક દિવસ સમીર વાનખેડેને પ્રાઉડ ફીલ કરાવશે. આર્યન ખાને કસમ ખાધી છે કે તે સમાજને સુધારવાનું કામ કરશે.
આ ઓફિસરે આગળ કહ્યું કે આર્યન ખાને સમીર વાનખેડેને ખરાબ રસ્તો છોડી દેવાનું વચન આપ્યું છે. જેલમાંથી છૂટ્યા બાદ આર્યન ખાન ગરીબોને મદદ કરવાની જવાબદારી લેવાનો છે. આ સાથે જ આર્યન ખાન આગળ જઈને કોઈ પણ એવું કામ નહીં કરે જેનાથી તેમની બદનામી થાય. અત્રે જણાવવાનું કે આર્યન ખાનની જામીન અરજી પર હજુ કોઈ ચુકાદો આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે