કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આ શું બોલી ગયા, 'હું શાકાહારી છું, ડુંગળીની સ્થિતિ શું છે મને નથી ખબર'

દેશમાં ડુંગળી (Onion) ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં ડુંગળીના  ભાવ 200ને પાર જવાની તૈયારીમાં છે. આજે પણ સંસદ(Parliament) માં ડુંગળીના વધતા ભાવોને લઈને હોબાળો થયો. આ બાજુ મોંઘી ડુંગળીનો માર ઝેલી રહેલી જનતાના જખમો પર સરકારના મંત્રીઓ મીઠું ભભરાવી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આ શું બોલી ગયા, 'હું શાકાહારી છું, ડુંગળીની સ્થિતિ શું છે મને નથી ખબર'

નવી દિલ્હી: દેશમાં ડુંગળી (Onion) ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં ડુંગળીના  ભાવ 200ને પાર જવાની તૈયારીમાં છે. આજે પણ સંસદ(Parliament) માં ડુંગળીના વધતા ભાવોને લઈને હોબાળો થયો. આ બાજુ મોંઘી ડુંગળીનો માર ઝેલી રહેલી જનતાના જખમો પર સરકારના મંત્રીઓ મીઠું ભભરાવી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

— ANI (@ANI) December 5, 2019

ચૌબેએ  કહ્યું કે, "હું શાકાહારી માણસ છું. મેં ક્યારેય ડુંગળી ચાખી સુદ્ધા નથી તો મારા જેવી વ્યક્તિને શું ખબર કે ડુંગળીની સ્થિતિ શું છે."

આ અગાઉ ડુંગળીના ભાવને લઈને બુધવારે સંસદમાં જ્યારે હોબાળો મચ્યો અને સવાલ ઉઠ્યા તો જવાબ આપવાનો મોરચો ખુદ દેશના નાણામંત્રીએ સંભાળ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અંગે સંસદમાં જાણકારી આપી પરંતુ આ બધા વચ્ચે એક સભ્યએ તેમના પર કટાક્ષ કર્યો તો નાણામંત્રીએ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું કે બધા ચોંકી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં ડુંગળી સાથે બહુ કોઈ નાતો નથી. તેમણે કહ્યું કે તેઓ ડુંગળી લસણ બહુ ખાતા નથી. 

વાત જાણે એમ છે કે નાણા મંત્રી મહારાષ્ટ્રના બારામતીથી એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના સવાલોના જવાબ આપવા માટે ઊભા થયા હતાં. તે સમયે કેટલાક સભ્યોએ સવાલ કર્યો કે શું તમે ડુંગળી ખાઓ છો તો તેમણે આ જવાબ આપ્યો હતો. આ અગાઉ એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એનપીએ અને ડુંગળી ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

આ VIDEO પણ જુઓ...

ડુંગળીના ભાવ ઘટવાનું નામ લેતા નથી
દેશની જનતા છેલ્લા કેટલાય દિવસોથી ડુંગળીને લઈને ચોંધાર આસું પાડતી જોવા મળી રહી છે. ડુંગળીના ભાવો ઘટવાનું નામ લેતા નથી. અનેક રાજ્યોમાં ડુંગળી 120 રૂપિયે કિલો સુધી વેચાય છે. કોલકાતામાં તો ડુંગળીના ભાવ 150 રૂપિયે પ્રતિ કિલો પહોંચ્યા છે. જ્યારે દિલ્હીમાં પણ સ્થિતિ સારી નથી. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ડુંગળીની આવક ઘણી ઘટી ગઈ છે. દિલ્હીની જથ્થાભાવ માર્કેટમાં ડુંગળી 80થી 90 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જ્યારે રિટેલ માર્કેટમાં તો ભાવ ઘણા વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news