પિતા અતિક અહમદને હતો પોતાના એનકાઉન્ટરનો ડર અને યુપી પોલીસે તેના પુત્ર અસદને અથડામણમાં કરી દીધો ઢેર
Umesh Pal Case: ઉમેશ પાલ હત્યા કાંડમાં આરોપી અતીક અહમદ (Atiq Ahmed)ના પુત્ર અશદનું ઝાંસીમાં એનકાઉન્ટર થઈ ગયું છે. તેની સાથે એક શૂટરને પણ ઢેર કરી દેવામાં આવ્યો છે.
Trending Photos
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા ડોન અતીક અહમદના પુત્ર અસદનું ઉત્તર પ્રદેશ પોલીસ સાથે થયેલી અથડામણમાં મોત થયું છે. અસદ ઉમેશ પાલ હત્યાકાંડમાં ઘણા દિવસથી ફરાર ચાલી રહ્યો હતો. તેની સાથે અન્ય એક કુખ્યાત ગુનેગાર ગુલામ પણ અથડામણમાં ઢેર થયો છે. પોલીસે જાણકારી આપી છે કે અસદ પુત્ર અતીક અહમદ અને ગુલામ પુત્ર મકસૂદન, બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડમાં વોન્ટેડ હતા અને બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીના ડીએસવી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યૂપીએસટીએફ ટીમની સાથે અથડામણમાં બંને માર્યા ગયા છે. બંનેની પાસેથી વિદેશી હથિયાર પણ મળ્યા છે. અતીક અહમદના એનકાઉન્ટર થવાના ડર વચ્ચે તેના પુત્રનું એનકાઉન્ટર થઈ ગયું છે.
અતીક અહમદને હતો એનકાઉન્ટરનો ડર
અતીક અહમદ સાબરમતી જેલમાં બંધ હતો. છેલ્લા થોડા દિવસમાં તેને બે વખત અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. યૂપી પોલીસની ટીમ માફિયા ડોનને બે વખત સાબરમતી જેલમાંથી રોડ માર્ગે લઈને ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ સમયે અતીક અહમદે મીડિયા સાથે વાત કરતા પોતાના એનકાઉન્ટરનો ડર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વચ્ચે તેના સૌથી નાના પુત્રનું એનકાઉન્ટર કરી દેવામાં આવ્યું છે.
યૂપી એસટીએફની કાર્યવાહી
ઝાંસીમાં યૂપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલાબ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે. યૂપી એસટીએફના એડીજી અમિતાભભ યશે આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાસેથી વિદેશી હથિયાર મળ્યા છે.
તેમણે કહ્યું કે આ લોકોની પાછળ અમારી ટીમ દોઢ મહિનાથી લાગી હતી અને આજે અમને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા પણ બંને 5 મિનિટના અંતરે પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા.
ઉમેશ પાલની પત્નીએ કહ્યુ- યોગી જે કરશે તે યોગ્ય કરશે
ઉમેશ પાલની પત્ની જયા પાલે અસદ અહમદના એનકાઉન્ટર પર કર્યુ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે પણ કરશે, યોગ્ય કરશે. તેણે કહ્યું કે જે પણ થયું તે સારૂ થયું છે. આ પ્રકારે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તો ઉમેશ પાલની માતાએ કહ્યું કે પુત્રના હત્યારાનું એનકાઉન્ટર થયું છે. તે માટે અમે મુખ્યમંત્રી યોગીનો આભાર માનીએ છીએ. મારા પુત્રના બે હત્યારા માર્યા ગયા છે.
પુત્રના એન્કાઉન્ટર પર અતીક અહેમદ રડી પડ્યો
જ્યારે અતીક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં તેમના પુત્ર અસદના એન્કાઉન્ટરની જાણ થઈ ત્યારે તે રડવા લાગ્યો હતો. એન્કાઉન્ટરમાં ભત્રીજા અસદ માર્યા ગયા બાદ અતીક અહેમદનો ભાઈ અશરફ પણ ભાવુક થઈ ગયો હતો. ઉમેશ હત્યા કેસમાં અતીક અહેમદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે