થઇ જાવ સાવધાન! ફરી વધી રહ્યો છે કોરોનાનો આતંક, મુંબઇમાં 33 તો દિલ્હીમાં 22% કેસ વધ્યા
કોરોનાના વધાતા જતા ગ્રાફને ફરી દેશવાસીઓની ચિંતા વધારવા લાગ્યો છે. જૂન આવતાં જ લોકોને નવી લહેરનો ડર સતાવવા લાગ્યો છે. મુંબઇમાં 33 ટકા કોરોના કેસોમાં વધારો થયો છે તો બીજી તરફ દિલ્હીમાં 22 ટકા નવા કેસ સામે આવ્યા છે.
Trending Photos
Corona Updates: કોરોનાના વધાતા જતા ગ્રાફને ફરી દેશવાસીઓની ચિંતા વધારવા લાગ્યો છે. જૂન આવતાં જ લોકોને નવી લહેરનો ડર સતાવવા લાગ્યો છે. મુંબઇમાં 33 ટકા કોરોના કેસોમાં વધારો થયો છે તો બીજી તરફ દિલ્હીમાં 22 ટકા નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે એટલે કે બુધવારની વાત કરી તો મુંબઇમાં 2293 નવા કેસ સામે આવ્યા છે, જોકે 23 જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કેસ છે.
જુઓ દૈનિક કોરોના ગ્રાફ
મુંબઇ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે કોરોનાના 1375 નવા કેસ સામે આવ્યા તો 2ના મોત થયા છે. મુંબઇમાં બીએમસીએ મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે શહેરમાં કોરોના 2,293 નવા નવા કેસ નોંધાયા છે, જો 23 જાન્યુઆરી બાદથી સૌથી વધુ દૈનિક કોરોના કેસ છે. સાથે જ 1 મોત થયું છે.
5 મહિના બાદ આટલા કેસ સામે આવ્યા
બીએમસીના અનુસાર મુંબઇમાં કોરોના કેસોની કુલ સંખ્યા હવે 10,85,882 થઇ ગયા છે, જ્યારે મોતોની સંખ્યા વધીને 19,576 થઇ ગયા. તમને જણાવી દઇએ કે મુંબઇમાં 5 મહિના બાદ 2,000 કેસ દરરોજનો આંકડો પાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસે એટલે કે મંગળવારે કોરોનાના 1724 નવા કેસ અને 2ના મોત થયા હતા.
દિલ્હીમાં પણ કોરોના કેસ વધ્યા
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટીન અનુસાર 1375 નવા કોરોના કેસ સામે આવ્યા.
આવો છે આખા દેશનો ગ્રાફ
ભારતમાં ગત 24 કલાકમાં 8822 નવા કેસ નોંધાતાની સાથે જ કોવિડના કેસમાં વધારો થયો છે, જેથી દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 4,32,45,517 થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે પોતાનો ડેટા જાહેર કરતાં કહ્યું કે દેશમાં સક્રિય કેસ વધીને 53,637 થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે