Cabinet Committee માં મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની-સિંધિયાની એન્ટ્રી, જાણો શું થયા મોટા ફેરફાર
કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને તેમાં જગ્યા મળી છે.
Trending Photos
નવી દિલ્હી: કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને તેમાં જગ્યા મળી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર યાદવ, અને સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, ગિરિરાજ સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી રાજનીતિક મામલા (Political Affairs)ની મહત્વની કેબિનેટ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર સમિતિઓમાંથી બહાર થયા છે.
રિજિજૂ અને અનુરાગ ઠાકુર સામેલ
મંત્રીમંડળ સચિવાલય તરફથી સોમવારે રાતે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય મામલાના કેબિનેટ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ વીરેન્દ્રકુમાર, કિરણ રિજિજૂ અને અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયાને સામેલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા મામલા (Security Affairs) પર નિર્ણય લેનારી દેશની સર્વોચ્ચ સંસંથા, સુરક્ષા સંબંધી કેબિનેટ સમિતિ અને નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિમાં કોઈ ફેરફાર કરાયો નથી. નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિ સંયુક્ત સચિવ અને તેનાથી ઉપરના પદની સરકારી નિયુક્તિ અંગે નિર્ણય લે છે.
Environment and Labour Minister Bhupender Yadav has been included in the all-important Cabinet Committee on Political Affairs (CCPA), along with Ports Minister Sarbananda Sonowal, Health Minister Mansukh Mandaviya and Rural Development Minister Giriraj Singh. pic.twitter.com/3M4XjSsFj7
— ANI (@ANI) July 13, 2021
સુરક્ષા સમિતિમાં કોઈ ફેરફાર નહીં
સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિના સભ્યોમાં પ્રધાનમંત્રી, રક્ષામંત્રી, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકર છે. નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સામેલ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવને પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી રોકાણ અને વિકાસ સંબંધી કેબિનેટ સમિતિમાં નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી રોજગાર અને કૌશલ વિકાસ સંબંધિત કેબિનેટ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, રામચંદ્ર પ્રસાદ સિંહ અને જી કિશન રેડ્ડીને નવા સભ્યો તરીકે સામેલ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે