Bihar News: બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલ, હવે ફરી પાટલી બદલીને BJP સાથે સરકાર બનાવશે નીતિશકુમાર!
સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું છે કે નીતિશકુમાર ફરીથી પાટલી બદલી શકે છે. આરજેડીથી મોહભંગ થયા બાદ નીતિશકુમાર હવે ભાજપ સાથે મળીને સરકાર બનાવશે.
Trending Photos
અનેક દિવસથી જેની આશંકા હતી લાગે છે કે એ જ થવા જઈ રહ્યું છે. આજે સાંજે 4 વાગે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર રાજ્યપાલને મળવા માટે જવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ રાજીનામું આપી શકે છે. સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું છે કે નીતિશકુમાર ફરીથી પાટલી બદલી શકે છે. આરજેડીથી મોહભંગ થયા બાદ નીતિશકુમાર હવે ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. આ બધા વચ્ચે જેડીયુએ 28 જાન્યુઆરીએ થનારા પોતાના તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. મહારાણા પ્રતાપ પર મિલર હાઈ સ્કૂલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ થવાનો છે. આ દિવસે એટલે કે 28 જાન્યુઆરીએ હવે નીતિશકુમારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું છે કે નવી સરકારમાં નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ બનશે. આ રીતે હવે નીતિશકુમારનું એનડીએનો ભાગ બનવો લગભગ નક્કી જેવું લાગે છે. બિહારનો આ રાજકીય ઘટનાક્રમ કોંગ્રેસના નેતૃત્વવાળા INDIA અલાયન્સ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 2024ની લોકસભા ચૂંટણી નજીક છે અને એન્ટી ભાજપ મોરચો બનાવવાના સૂત્રધાર જ ખુબ ભગવા દળ સાથે હાથ મિલાવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકારમં ભાજપના નેતા સુશીલ મોદી બિહારના ડેપ્યુટી સીએમ બની શકે છે.
BJP के साथ सरकार बनाएंगे नीतीश कुमार, नीतीश का NDA में शामिल होना तय-सूत्र #Bihar #NitishKumar #Politics #Bihar | @JournoPranay @DChaurasia2312 @ravindrak2000 @vishalpandeyk pic.twitter.com/gsTE6GU34N
— Zee News (@ZeeNews) January 26, 2024
નીતિશ-મોદીની વિચારધારા એક
જેવું પટણામાં રાજકીય હવામાન પલટાયું કે ભાજપના નેતાઓના સૂર પણ નરમ પડ્યા છે. ભાજપ વિધાયક જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનુએ કહ્યું કે નીતિશજી અને મોદીજીની વિચારધારા સમાન છે. તેમણે દાવો કર્યો કે આગામી 48 કલાકમાં બિહારમાં સરકાર બદલાઈ જશે. બધુ ફાઈનલ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે