બિહાર વિધાનસભા ચૂંટણીઃ ભાજપને મોટો ઝટકો, દેવેન્દ્ર ફડણવીસ કોરોનાથી સંક્રમિત


ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોનાથી સંક્રમિત થયા છે. 

બિહાર વિધાનસભા ચૂંટણીઃ ભાજપને મોટો ઝટકો, દેવેન્દ્ર ફડણવીસ કોરોનાથી સંક્રમિત

નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પ્રચારમાં લાગેલી ભારતીય જનતા પાર્ટી  (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ  (Devendra Fadanvis) પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાર રુડ્ડી સંક્રમિત થઈ ચુક્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસે આપી જાણકારી
દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર પોતે સંક્રમિત થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યુ- 'લૉકડાઉન બાદથી તેઓ સતત કામ કરી રહ્યાં હતા, પરંતુ લગભગ આ ભગવાનની ઈચ્છા હતી કે તેઓ આરામ કરે. હું કોરોના પોઝિટિવ આવ્યો છું અને હું આઇસોલેટ થઈ ગયો છું. હું ડોક્ટરોની સલાહ પર જરૂરી દવાઓ અને સારવાર લઈ રહ્યો છું.'

— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 24, 2020

સંપર્કમાં આવેલા લોકો કરાવે ટેસ્ટ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે સલાહ આપી છે કે જે વ્યક્તિ છેલ્લા થોડા દિવસમાં સંપર્કમાં રહ્યા છે. તે બધા કોવિડ-19નો ટેસ્ટ કરાવી લે.

હોશિયારપુર દુષ્કર્મ-મર્ડર કેસમાં નિર્મલા સીતારમણે રાહુલ-પ્રિયંકા પર લાગાવ્યો આ આરોપ

ભાજપના નેતાઓ પર કોરોનાનો માર
બિહારમાં ભાજપ નેતાઓ પર કોરોનાનો મોટો માર પડ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ સિવાય સુશીલ મોદી, શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી જેવા નેતાઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news