Bijnor Kisan Mahapanchayat: કિસાનો માટે નહીં, ઉદ્યોગપતિઓ માટે છે કૃષિ કાયદાઃ પ્રિયંકા ગાંધી

બિજનોરના ચાંદપુરમાં કિસાનોને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ ત્રણેય કૃષિ કાયદા કિસાનો માટે નહીં પરંતુ અબજોપતિઓ માટે લાગૂ કરવામાં આવ્યા છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી કૃષિ કાયદા પરત લેવા માટે તૈયાર નથી.

Bijnor Kisan Mahapanchayat: કિસાનો માટે નહીં, ઉદ્યોગપતિઓ માટે છે કૃષિ કાયદાઃ પ્રિયંકા ગાંધી

મેરઠઃ Bijnor Kisan Mahapanchayat: બિજનોરના ચાંદપુરમાં સોમવારે કિસાનોને સંબોધિત કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તથા યૂપીના પ્રભારી પ્રિયંકા વાડ્રા ગાંધી (Priyanka Vadra Gandhi) એ કૃષિ કાયદા વિરુદ્ધ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. આ દરમિયાન તેમણે તે વાતફરી કરી જે સહારનપુરમાં પાછલી કિસાન પંચાયતમાં બોલી હતી. દસ ફેબ્રુઆરીએ સહારનપુરમાં થયેલી કિસાન પંચાયત  (Kisan Mahapanchayat) ને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે, આ કૃષિ કાયદો અબજોપતિઓ માટે છે. આ વાત તેમણે બિજનોરમાં પણ કહી છે. પોતાના ભાષણમાં પ્રિયંકાએ નરેન્દ્ર મોદી અને કૃષિ કાયદા પર ફોકસ રાખ્યું હતું. 

બિજનોરના ચાંદપુરમાં કિસાનોને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ ત્રણેય કૃષિ કાયદા કિસાનો માટે નહીં પરંતુ અબજોપતિઓ માટે લાગૂ કરવામાં આવ્યા છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદી કૃષિ કાયદા પરત લેવા માટે તૈયાર નથી. પ્રિયંકાએ કહ્યું કે, પીએમે પહેલા ચૂંટણીમાં લોકોને વિશ્વાસ અપાવ્યો પણ બાદમાં આ વિશ્વાસ તોડી દીદો છે. બીજી ચૂંટણીમાં રોજગાર આપવાનું વચન આપ્યું હતું પરંતુ લોકોને હજુ સુધી રોજગાર મળ્યો નથી. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કિસાનોના બાકી પણ ચુકવ્યા નથી. 16000 કરોડના બે વિમાન ખરીદ્યા પરંતુ કિસાનોના બાકી પૈસા આપવામાં આવ્યા નથી. 

— ANI UP (@ANINewsUP) February 15, 2021

કિસાનો માટે સરકારની પાસે પૈસા નથી
16 હજાર કરોડના બે વિમાન ખરીદવામાં આવ્યા. જ્યારે એક વિમાનથી કિસાનોની શેરડીના બાકી પૈસાની ચુકવણી થઈ શકતી હતી. તમામ યોજનાઓ માટે પૈસા છે પરંતુ કિસાનો માટે નથી. પ્રિયંકાએ કહ્યું કે, જ્યારે કિસાનો ના પાડી રહ્યાં છે તો કેમ કૃષિ કાયદાને પરત લેવામાં આવતા નથી. સંગ્રહખોરી પર જવાહરલાલ નહેરૂએ કાયદો બનાવ્યો હતો. પરંતુ હવે સંગ્રહખોરી ફરી થવા લાગી છે. 

આ કૃષિ કાયદાથી વધશે સંગ્રહખોરી
ત્રણેય કૃષિ કાયદા પર સ્થિતિ સાફ કરતા જણાવ્યું કે, પહેલા કાયદાથી સંગ્રહખોરી વધશે. બીજો કાયદો મોટા-મોટા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરશે. સરકારી ખરીદી બંધ થશે. તેનાથી એમએસપી સમાપ્ત થઈ જશે. ત્રીજા કાયદાથી કોન્ટ્રાક્ટ હેઠળ કિસાનોનો પાક તે ખરીદશે. તેમાં ખાસ વાત છે કે કોન્ટ્રાક્ટ વાળા તમારી શેરડી લેશે નહીં. આ ત્રણેય કાયદા મૂડીવાદીઓ માટે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news