NDA ને ઝટકો, અકાલી દળ બાદ આ પાર્ટીએ પણ છોડ્યો સાથ

દાર્જિંલિંગ (Darjeeling)માં અલગ રાજ્ય માટે આંદોલન બાદ 2017થી ફરાર જીજેએમ સુપ્રીમો બિમલ ગુરંગ (Bimal Gurung)એ બુધવારે કહ્યું કે તેમના સંગઠને એનડીએથી બહાર થવાનો નિર્ણય લીધો છે.

NDA ને ઝટકો, અકાલી દળ બાદ આ પાર્ટીએ પણ છોડ્યો સાથ

કલકત્તા: દાર્જિંલિંગ (Darjeeling)માં અલગ રાજ્ય માટે આંદોલન બાદ 2017થી ફરાર જીજેએમ સુપ્રીમો બિમલ ગુરંગ (Bimal Gurung)એ બુધવારે કહ્યું કે તેમના સંગઠને એનડીએથી બહાર થવાનો નિર્ણય લીધો છે. કારણ કે ભાજપના નેતૃત્વવાળી કેંદ્ર સરકાર પહાડી ક્ષેત્ર માટે 'કાયમી રાજકીય સમાધાન શોધવામાં નિષ્ફળ રહી છે.' 

નજીકના સહયોગી ગિરી સાથે સામે આવેલા ગુરંગે કહ્યું કે કેન્દ્ર સરકાર 11 ગોરખાઅ સમુદાયોને અનુસુચૂત જનજાતિ તરીકે ચિન્હિન કરવાના પોતાના વાયદાને પુરો કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે 2021ના પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સમર્થન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. 

'એનડીએમાં રહીને અમને છેતરાયા હોવાનો અનુભવ'
ગુરંગએ સંવાદદદાતાને કહ્યું કે 2009થી જ અમે એનડીએનો ભાગ રહ્યા છીએ પરંતુભાજપના નેતૃત્વવાળી કેન્દ્રીય સરકાર પહાડ માટે સ્થાનિક રાજકીય સમાધાન નિકાળવાનો પોતાનો વાયદો નિભાવ્યો નથી. તેનાથી એનુસૂચિત જનજાતિની યાદીમાં 11 ગોરખા સમુદાયોને સામેલ ન કર્યા. અમને છેતારાયા હોવાનો અનુભવ કરી રહ્યા છીએ એટલા માટે અજે અમે એનડીએ છોડી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news