Corbevax Vaccine: બાયોલોજિક-ઈએ બૂસ્ટર ડોઝ તરીકે 'કોર્બેવેક્સ'ના ત્રીજા ડોઝના ટ્રાયલની મંજૂરી માંગી

કોર્બેવેક્સ એક સ્વદેશી રસી છે, ક્લિનિકલ ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કાના પરિણામો આ મહિને જાહેર થઈ શકે છે. હવે કંપનીએ બૂસ્ટર ડોઝ તરીકે ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પરવાનગી માંગી છે.
 

Corbevax Vaccine: બાયોલોજિક-ઈએ બૂસ્ટર ડોઝ તરીકે 'કોર્બેવેક્સ'ના ત્રીજા ડોઝના ટ્રાયલની મંજૂરી માંગી

નવી દિલ્હીઃ Corbevax Vaccine: કોવિશીલ્ડ કે કોવેક્સિનની બંને ડોઝ લઈ ચુકેલા લોકો માટે સિંગલ બૂસ્ટર ડોઝ તરીકે ફાર્મા કંપની બાયોલોજિક-ઈ (Biological E) એ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે કોરોના વેક્સિન કોર્બેવૈક્સ (Corbevax) ના થર્ડ ફેઝના ટ્રાયલની મંજૂરી માંગી છે. 

હૈદરાબાદની દવા કંપની બાયોલોજિક-ઈ તરફથી વિકસિત 'કોર્બેવૈક્સ' સ્વદેશી વેક્સિન છે જેના બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલના પરિણામ આ મહિને આવી શકે છે. આ આરબીડી પ્રોટીન સબ-યુનિટ વેક્સિનને 18થી 80 વર્ષના ઉંમર વર્ગના લોકોને આપવાની છે. 

હાલમાં ડીજીસીઆઈએ થર્ડ ફેઝની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગતા કંપનીએ અરજી કરી હતી. કંપનીએ કહ્યું કે તે કોર્બેવેક્સની સેફ્ટીનું મૂલ્યાંકન કરવા માટે ત્રીજા ફેઝની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માંગે છે. ડીસીજીઆઈએ સપ્ટેમ્બરમાંકંપનીને કેટલીક શરતોની સાથે 5થી

— Press Trust of India (@PTI_News) October 12, 2021

સરકારે પાછલા સપ્તાહે કહ્યું હતું કે કોરોના વેક્સિન
સરકારે પાછલા સપ્તાહે કહ્યું હતું કે કોરોના વેક્સિનની બૂસ્ટર ડોઝના ઉપયોગ સંબંધિત વિજ્ઞાન હજુ પણ વિકસિત થઈ રહ્યું છે અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતમાં અત્યાર સુધી બૂસ્ટર ડોઝને મંજૂરી આપી નથી. 

શું છે બૂસ્ટર ડોઝ?
બૂસ્ટર ડોઝ કોરોનાનો ત્રીજો ડોઝ છે જેનો ઉદ્દેશ્ય લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં ઇઝરાયલ અને અમેરિકાનું નામ સામેલ છે. પાછલા મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બૂસ્ટર ડોઝ લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news