રાહુલના નિવેદન પર ભાજપનો પલટવાર, 'કોઈ જ્ઞાન નથી છતાં દરેક વિષય પર બોલવું છે'
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાને જૂઠ બોલે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપ (BJP)એ ગુરૂવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પલટવાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધી પાસે ભદ્રતા અને સારી ભાષાની આશા રાખવી ખોટી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું, 'આજે રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યાં છે અને જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે તે ખુબ વિવાદાસ્પદ છે. મહત્વનું છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાને ખોટુ બોલે છે.'
પાત્રાએ કહ્યું, 'રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાને ખોટુ બોલે છે. રાફેલ પર જૂઠ ફેલાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ માફી માગવી પડી હતી. આજે તેઓ વડાપ્રધાનની વાતને લઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે.'
ભાજપના પ્રવક્તાએ કહ્યું, 'વડાપ્રધાને કહ્યું હતું કે, તેવો કોઈ ડિટેન્શન કેમ્પ નથી, જેમાં એનઆરસી બાદ હિન્દુસ્તાનના મુસલમાનોને રાખવામાં આવશે. આ જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. તેમાં વડાપ્રધાન શું ખોટુ બોલ્યા છે.?'
તેમણે કહ્યું, 'રાહુલ ગાંધીને કંઈ જાણવું નથી, પરંતુ બોલવું બધુ છે. કોઈપણ વિષય પર રાહુલ ગાંધીને કોઈ જ્ઞાન નથી, પરંતુ દરેક વિષય પર બોલવુ છે.'
કોંગ્રેસના સમયમાં ખોલવામાં આવ્યા ડિટેન્શન સેન્ટરઃ ભાજપ
સંબિત પાત્રાએ દાવો કર્યો કે 13 ડિસેમ્બર, 2011ના કેન્દ્ર સરકારની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, 3 ડિટેન્શન કેમ્પ આસામમાં ખોલવામાં આવ્યા છે. 2011મા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
પાત્રાએ કહ્યું કે, '20 ઓક્ટોબર 2012ના આસામની કોંગ્રેસ સરકારે શ્વેત પત્ર જારી કર્યું હતું. તેમાં પેજ 38મા લખ્યું છે કે કેન્દ્ર સરકારે આસામ સરકારના તે નિર્દેશ આવ્યો છે કે તમે ડિટેન્શન સેન્ટર સેટ કરો.'
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
મહત્વનું છે કે રાહુલ ગાંધીએ ગુરૂવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતાને જૂઠુ બોલે છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટની સાથે એક વીડિયો પણ શેર કર્યો, જેમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલા એક સમાચાર હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે