જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા સીટથી આપ્યું રાજીનામું, હવે ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશથી રાજ્યસભા સાંસદ હતા. તેમણે રાજ્યસભામાં હિમાચલ પ્રદેશના સાંસદ તરીકે રાજીનામું આપી દીધું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટથી રાજ્યસભાના સભ્ય તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે જેપી નડ્ડા તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે તે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે હિમાચલની સીટથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે- હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યોની પરિષદ (રાજ્યસભા) ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં પોતાની સીટથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના સભાપતિ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યું છે.
હિમાચલ સીટથી ખતમ થઈ રહ્યો છે નડ્ડાનો કાર્યકાળ
જેપી નડ્ડા તે 57 રાજ્યસભા સાંસદોમાંથી એક છે જેનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારબાદ તે ગુજરાત સીટથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદ ચૂંટાયા છે. તેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયા સામેલ છે.
નડ્ડાના નેતૃત્વમાં ભાજપ લડશે લોકસભા ચૂંટણી
જેપી નડ્ડા તે 41 ઉમેદવારોમાં સામેલ છે, જેણે તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભા ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી. તેમને પાર્ટીએ ગુજરાતમાંથી ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી વધારી દીધો છે. એટલે કે પાર્ટી જેપી નડ્ડાના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે