રાહુલે બેરોજગારો માટે ISISનું ઉદાહરણ આપીને દેશની આબરૂ કાઢી: BJP
હેમ્બર્ગમાં થયેલા કાર્યક્રમમાં 23 દેશોના પ્રતિનિધિઓ સામે રાહુલ ગાંધીએ જે રીતે જ્ઞાન વિખેર્યું તેના માટે તેમણે નાગરિકોની માફી માંગવી જોઇએ
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જર્મનીના હેમ્બર્ગમાં અપાયેલા એક ભાષણમાં બેરોજગારીને આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે જોડવા મુદ્દે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. રાહુલે મોદી સરકારની નીતિઓની આલોચના કરતા આરોપ લગાવ્યો હતો કે વિકાસની પ્રક્રિયાથી આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓને બહાર રાખવામાં આવી રહ્યા છે, જેના ખતરનાક પરિણામો આવશે.
ભાજપે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આઇએસઆઇએસની સ્થાપનાને ન્યાય સંગતઠેરવવામાં આવી રહી છે તે વાત સાંભળીને ભયભીત છું. તે ઉપરાંત રાહુલ ગાંધી તેમ પણ કહી રહ્યા છે કે, જો મોદીજી દેશને કોઇ વિઝન નહી આપે તો કોઇ અન્ય (આઇએસઆઇએસ) આ કામ કરશે. અવિશ્વસનીય. શું આ જ કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર છે ?
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, હેમ્બર્ગમાં યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ 23 દેશનાં પ્રતિનિધિઓ સમક્ષ પોતાની વાત કરી હતી. જેમાં તેમણે આઇએસઆઇએસની સ્થાપનનાને પણ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.
સંબિત પાત્રાએ ખુબ જ તીખા હૂમલાઓ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનું માન ઘટાડ્યું છે. એવું કરવા માટે રાહુલને માફ કરી શકાય નહી. પાત્રાએ કહ્યું કે, રાહુલે કહ્યું કે, સીરિયામાં નોકરીઓ નહી હોવાનાં કારણે આઇએસઆઇએશ બન્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો વડાપ્રધાન મોદી ભારતમાં કોઇ વિઝન નહી આપી શકે તો કોઇ બીજુ (આઇએસઆઇએસ) આ કામ કરશે. પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ આઇએસઆઇએસની સ્થાપનાને યોગ્ય ઠેરવતા તેમના કૃત્યોને પણ એક બહાનું આપ્યું છે.
Horrified to hear Congress President RahulG justifying the formation of ISIS in Syria ..and giving out a veiled threat that if Modiji doesn’t “give vision” to India then soon someone else(read ISIS) would give the vision..Unbelievable ..He’s a PM aspirant??
— Sambit Patra (@sambitswaraj) August 22, 2018
સંબિત પાત્રાએ સવાલ ઉઠાવતા પુછ્યું કે, છેલ્લા 70 વર્ષોથી દેશમાં તમારા પરિવારની સરકાર જ યોગ્ય હતી, તેમણે દેશને શું વિઝન આપ્યું ? ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશના સાંસદ છે. દેશની મુખ્ય પાર્ટીના તેઓ પ્રમુખ છે, એવામાં તેઓ વિદેશમાં દેશનું અપમાન કરે છે. રાહુલ ગાંધીને તેના માટે સમગ્ર દેશની માફી માંગવી જોઇએ.
પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી તમને દેશની યોગ્ય ક્ષમતાની ઓળખ નથી. તમારૂ સંપુર્ણ ભાષણ અસત્ય છે.રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ખોટુ બોલ્યા કે દલિતોની સહાયતા કરનારાઓને મોદી સરકારે ખતમ કરી દીધા. રાહુલજી તમે તે સમયે સંસદમાં હાજર નહોતા શું જેસમયે તે કાયદાને મજબુતી સાથે રજુ કરવામાં આવ્યા હતા. સંબિત પાત્રાએ કહ્યું કે, પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ દેશની સંસ્કૃતિનું અપમાન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે