ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે. 20 ફેબ્રુઆરી સુધી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ કરશે. સૂત્રોએ કહ્યું કે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે થવાની સંભાવના છે. વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ચૂંટણી સુધી ભાજપની કમાન સંભાળશે. તેમનો અધ્યક્ષ કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો હતો.
ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યોની પસંદગી બાકી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા રાજ્યો એકમમાં ઓછામાં ઓછા 50 ટકાએ પોતાના સંગઠનની ચૂંટણી સમાપ્ત કરવી પડશે. અત્યાર સુધી માત્ર ચાર રાજ્યોએ પોતાના રાજ્ય અધ્યક્ષોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી છે. ભાજપ નેતાઓ અનુસાર, સંગઠનાત્મક ચૂંટણી પોતાના નિર્ધારિત સમય પર થઈ રહી છે અને સમય પર પૂર્ણ થઈ જશે.
કોણ બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ?
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતની મંજૂરીથી થશે. આ રેસમાં ઘણા નામ અત્યાર સુધી સૂત્રો દ્વારા સામે આવ્યા છે. પરંતુ ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટી મહાસચિવ વિનોદ તાવડેના અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે ભૂપેન્દ્ર યાદવમાંથી કોઈ એકની સંભાવના પ્રબળ છે.
ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પાછળા સંગઠનાત્મક ચૂંટણીમાં પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે આ જવાબદારી જેપી નડ્ડાને સોંપવામાં આવી હતી. આ ત્રણેય નેતા પાર્ટીની અંદર પોતાના કામની મદદથી અનુભવ મેળવી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનથી છે. તો ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાથી આવે છે. વિનોદ તાવડે મહારાષ્ટ્રથી છે. ત્રણેય નેતાઓને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.
પાર્ટીના બંધારણ પ્રમાણે તેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે જે ઓછામાં ઓછા 15 વર્ષથી પાર્ટીના સભ્ય હોય. આ પહેલા 2010થી 2013 સુધી સંગઠનની કમાન નીતિન ગડકરી પાસે હતી. રાજનાથ સિંહ 2005થી 2009 સુધી અને પછી 2013થી 2014 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં. 2014થી 2020 સુધી અમિત શાહે ભાજપની કમાન સંભાળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે