Born to shine: આ વિશેષ પહેલ હેઠળ, દેશભરમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને વિશેષ શિષ્યવૃત્તિ મળી
ઝી એન્ટરટેઈનમેન્ટ અને ગિવ ઈન્ડિયાની ખાસ પહેલ હેઠળ બોર્ન ટૂ શાઈન હેઠળ 30 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Trending Photos
મુંબઈઃ રવિવારે મુંબઈમાં ઝી એન્ટરટેઈનમેન્ટ અને ગિવ ઈન્ડિયાએ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ શરૂ કરેલી એક ખાસ પહેલ બોર્ન ટૂ શાઇનના 30 વિજેતાઓને સન્માનિત કર્યાં હતા. દેશના 8 શહેરોમાંથી પસંદ કરાયેલા 5થી 15 વર્ષની આ બાળકીઓને 4 લાખ રૂપિયાની સ્કોલરશિપ અને ત્રીસ મહિનાની મેન્ટરિંગથી નવાઝવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષમાં દેશભરમાં કલા ક્ષેત્રથી જોડાયેલા 5000થી વધુ બાળકીઓએ આ સન્માન માટે અરજી કરી હતી. 5 દિગ્ગજોની એક ખાસ જ્યૂરીએ અલગ અલગ રાઉન્ડ્સ બાદ તેમાંથી અંતિમ ત્રીસ પ્રતિભાશાળી બાળકીઓને વિજેતા પસંદ કરી હતી. આ ખાસ જ્યૂરીમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પુનીત ગોયંકા સહિત ઝરીના સ્ક્રુવાલા (મેનેજિંગ ટ્રસ્ટી તથા ડાયરેક્ટર, સુબ્રમણ્યમ ફાઉન્ડેશન), ડો. બિંદૂ સુબ્રમણ્યમ (કો ફાઉન્ડસ, સીઈઓ, સુબ્રમણ્યમ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ), સમારા મહિન્દ્રા, (ફાઉન્ડર CEO, CARER), રૂપક મેહતા, (ફાઉન્ડર, બ્રહ્માનાદ કલ્ચરલ સોસાયટી) જેવા દિગ્ગજ સામેલ હતા.
નોંધનીય છે કે વિજ્ઞાન, ગણિત અને રમતગમતના ક્ષેત્રોમાં પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં ઘણા શિષ્યવૃત્તિ કાર્યક્રમો છે, પરંતુ કલાના ક્ષેત્રમાં પોતાને સાબિત કરી રહેલી આવી વિદ્યાર્થીનીઓને શોધવા અને તેમની પ્રતિભાને નિખારવા માટે આ પહેલ છે. દેશમાં તેના પ્રકારનું શ્રેષ્ઠ. નવી અને પ્રથમ પહેલ.
In our mission to facilitate change and help the girl child achieve new heights, @ZeeBornToShine's efforts came into fruition after 8 months of hard work.
We are honoured to have @GiveIndia & our jurors as a part of this journey.#Zee #CSR #BornToShine #Prodigy #GiveIndia pic.twitter.com/Rv5doh2XIv
— ZEE (@ZEECorporate) November 13, 2022
એક તરફ જ્યાં આજે પણ આપણા દેશના મોટાભાગના ભાગોમાં છોકરીઓની મહત્વાકાંક્ષાઓ, ખાસ કરીને કળામાં તેમની રુચિને ગંભીરતાથી લેવામાં આવતી નથી, ત્યાં બોર્ન ટુ શાઈન એ પ્રતિભાશાળી બાળકોને ભીડમાંથી ઓળખવા અને પ્રોત્સાહિત કરવાની પહેલ છે. તેમના સપનાને પાંખો આપવાનો પ્રયાસ ચોક્કસ મોટા અને ઉમદા અંત સુધી પહોંચી શકે છે. આ પહેલથી દેશનું આ યુવા ભવિષ્ય સુવર્ણ કાળ લખવા તરફ આગળ વધી રહ્યું છે અને તેઓ ચોક્કસ સફળતાના આકાશમાં ચમકતો સિતારો બનશે તેવી અપેક્ષા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે