ડ્રાઈવર્સ યુનિયન અને સરકાર વચ્ચે થઈ મંત્રણા, હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે, હડતાલ પાછી ખેંચવાની અપીલ

Truck Drivers Protest: કેન્દ્ર સરકારે અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસ (AIMTC)ની સાથે બેઠક બાદ કહ્યું કે હિટ એન્ડ રનના કાયદાને લઈને ડ્રાઇવરની ચિંતાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. 

ડ્રાઈવર્સ યુનિયન અને સરકાર વચ્ચે થઈ મંત્રણા, હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે, હડતાલ પાછી ખેંચવાની અપીલ

નવી દિલ્હીઃ બે દિવસથી ચાલી રહેલી ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમાપ્ત થવાના સંકેત મળી ગયા છે. સરકારની સાથે બેઠક બાદ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (AIMTC)એ કહ્યું કે દરેક મામલાનો હલ કાઢવામાં આવ્યો છે અને જલ્દી હડતાલ ખતમ કરવાની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ડ્રાઈવરોએ દેશભરમાં ચક્કાજામ કર્યું હતું. ત્યારબાદ ટ્રાન્સપોર્ટટ્રેશન વ્યવસ્થા પર સંકટ ઉભુ થઈ ગયું હતું. 

ટ્રાન્સપોર્ટ એસોસિએશને કહ્યું કે નવા કાયદા વિરુદ્ધ ચાલી રહેલી હડતાલ જલ્દી પરત લેવામાં આવશે. ટ્રેકર્સની સંસ્થાએ કહ્યું- અમે ભારતીય ન્યાય સંહિતા હેઠળ આવતી જોગવાઈઓ વિશે વિસ્તારથી ચર્ચા કરી. અમારા તમામ મામલાનો હલ નિકળી ગયો છે. હજુ આ નવા કાયદાને લાગૂ કરવામાં આવ્યા નથી અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે AIMTC ની સલાહ બાદ તે કાયદાને લાગૂ કરવામાં આવશે. 

ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ- ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (2) વિશે નોંધ લેવામાં આવી અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે વિસ્તૃત ચર્ચા કરી. સરકાર જણાવવા ઈચ્છે છે કે નવી જોગવાઈ હજુ લાગૂ થઈ નથી. આ કલમને લાગૂ કરતા પહેલા એઆઈએમટીસીની સાથે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું- અમે બધા ડ્રાઈવરોને અપીલ કરીએ છીએ કે તે પોત-પોતાના કામ પર પરત ફરે. 

આ બેઠક બાદ સરકાર અને એઆઈએમટીસીએ ડ્રાઈવરોને તત્કાલ પોતાના કામ પર પરત ફરવાની અપીલ કરી છે. નોંધનીય છે કે બે દિવસના ચક્કાજામ બાદ દેશભરના ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલની સમસ્યા ઊભી થઈ ગઈ હતી. ઘણી જગ્યાએ બાઇક અને બીજા વાહનો માટે ફ્લૂયની મર્યાદા નક્કી કરી દેવામાં આવી હતી. આ સિવાય લોકોએ પણ અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. તો ડ્રાઈવરોનું કહેવું છે કે ભારતીય ન્યાય સંહિતામાં હિટ એન્ડ રન મામલામાં જે જોગવાઈ કરવામાં આવી છે તે ખુબ આકરી છે અને ડ્રાઈવરો વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આ મામલામાં સજા વધારી 10 વર્ષ કરવામાં આવી તે યોગ્ય નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news